દેવામાં ડુબેલી કંપનીને ખરીદવા અંબાણી-અદાણી રેસમાં, આ શેરનું ટ્રેડીંગ બંધ

PC: financialexpress.com

તમને યાદ હશે કે એક જમાનામાં કિશોર બિયાનીની બિગ બાઝારના નામથી જાણીતી બ્રાન્ડની કંપની ફ્યુટર રિટેલને ખરીદવા માટે મુકેશ અંબાણીએ ડીલ કરી હતી, પરંતુ  એમેઝોને કેસ કરી દેતા આ ડીલ ઘોંચમાં પડી હતી અને એ પછી મુકેશ અંબાણીએ ફ્યુચર રિટેલ ડીલમાંથી પીછેહઠ કરી લીધી હતી. હવે ફરી એકવાર દેવામાં ડુબેલી ફ્યુચર રિટેલને ખરીદવા માટે અંબાણી-અદાણી રેસમાં છે.

નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહેલી ફ્યુચર રિટેલને ખરીદવા માટે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટેસ્ટ રજૂ કરી દીધા છે. આ બંને દિગ્ગજ ઉદ્યોગપતિઓ સહિત 49 કંપનીઓએ આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો છે. National Company Law Tribunal (NCLT)એ Corporate Insolvency Resolution Process પુરી કરવા માટે ફ્યુચર રિટેલને 90 દિવસનો સમય આપ્યો છે.

NCLTની મુંબઇ બેન્ચે ફ્યુચર રિટેલની અરજી મંજૂર કરીને સમય મર્યાદા વધારીને 15 જુલાઇ 2023 કરી દીધી છે. શેરબજારમાં ફ્યુટર રિટેલના શેરોમા ટ્રેડીંગ બંધ થઇ ગયું છે. આ પહેલા શેરનો ભાવ 2.83 રૂપિયા હતો.

એક જમાનામાં દેશના મોટા ભાગના શહેરોમાં રિટેલ ચેઇન બિગ બાજારનો ડંકો વાગતો હતો, પરંતુ તેના કપરા દિવસો શરૂ થયા અને આ કંપની નાદાર થઇ ગઇ. આ કંપનીની હરાજીની પ્રક્રિયા અગાઉ પણ થઇ ચૂકી છે, પરંતુ તે વખતે વાત બની નહોતી. હવે ફરી એકવાર તેના વેચાણની પ્રક્રિયા શરૂ થઇ છે. 49 કંપનીઓએ ફ્યુટર રિટેલને ખરીદવા માટે રસ દાખવ્યો છે.

ફ્યુચર રિટેલને ખરીદવા માટે અદાણી- અંબાણી ઉપરાંત W H SMITH, જિંદાલ પાવર્સ, જે સી ફ્લાવર્સ જેવા નામ છે. ગયા વર્ષે 2022 માં, ફ્યુચર રિટેલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વચ્ચેનો સોદો પૂર્ણ થવાનો હતો, પરંતુ એમેઝોનના વિરોધ પછી, સોદો ખોરંભે પડ્યો હતો અને રિલાયન્સ પીછેહઠ કરી હતી.પરંતુ હવે ફરી એકવાર નાદાર થયેલી કંપનીને ખરીદવાની હોડ લાગી છે. એક જમાનામાં દેશના સૌથી મોટા બીજા નંબરના રિટેલ સ્ટોર્સ તરીકે જાણીતા બિગ બાજારની કંપની ફ્યુચર રિટેલના માથે 21000 કરોડ રૂપિયાનું દેવું છે.

દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેલી ફ્યુચર રિટેલને  નાદારીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેને ખરીદવા માટે આગળ આવી હતી અને કંપનીને 24,713 કરોડ રૂપિયામાં હસ્તગત કરવાની ઓફર કરી, પરંતુ ઘણા ઉતાર-ચઢાવ બાદ આ સોદો રદ કરવામાં આવ્યો. હવે તેને ખરીદવા માટે 49 ખરીદદારો મેદાનમાં ઉતર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp