અમિત જૈને સેકન્ડ હેન્ડ કાર વેચવાનો બિઝનેસ કર્યો બંધ, 50000ના ફાયદા સામે...
ભારતના સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં ત્રણ કંપનીઓની મોટી હિસ્સેદારી હતી. Car Dekho ગ્રુપમાં હવે સેકન્ડ હેન્ડ કારનું છૂટક વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. યૂનિકોર્ન સ્ટાર્ટઅપ કાર દેખોએ હવે સેકન્ડ હેન્ડ કારનું છૂટક વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. રસપ્રદ તથ્ય એ છે કે, કાર દેખોએ આ નિર્ણય એવા સમયમાં લીધો છે જ્યારે નવી કારના વેચાણની સરખામણીમાં યુઝ્ડ કારનું છૂટક વેચાણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લાં 4 વર્ષથી સેકન્ડ કારનું છૂટક વેચાણ ઝડપથી વધી રહ્યું છે. અમિત જૈનની કાર દેખોએ સેકન્ડ હેન્ડ કાર બજારમાં આશરે 30 મહિના પહેલા એન્ટ્રી કરી હતી. હવે તેમણે આ વ્યવસાયમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. કાર દેખોના ફાઉન્ડર અમિત જૈને પોતે કેટલીક વાતો શેર કરી છે.
કાર દેખો સરેરાશ કારની ખરીદી 5 લાખ રૂપિયામાં કરતી હતી જ્યારે, તે તેને 3 મહિનામાં 5.5 લાખમાં ગ્રાહકોને વેચી દેતી હતી. કાર દેખોને એક કાર પર સરેરાશ 50000ની કમાણી થતી હતી. તેમા તેમણે 25000 કારના રિફર્બિશમેન્ટ પર ખર્ચ કરવા પડતા હતા, 15000 વ્યાજના રૂપમાં ચુકવવા પડતા હતા, 7500 પાર્કિંગ પર જ્યારે 6000 RTOની ફીના રૂપમાં ખર્ચ થતા હતા.
આ સાથે જ સેકન્ડ હેન્ડ કાર બિઝનેસની સાથે અન્ય પણ ઘણા ખર્ચા જોડાયેલા હોય છે. મેન પાવર, સેલ અને સિક્યોરિટીના મામલામાં પ્રતિ કાર 8000 રૂપિયાનો ખર્ચ આવે છે. મેનેજમેન્ટ અથવા ટેક ખર્ચના રૂપમાં પ્રતિ કાર આશરે 15000 અને ઇંધણ તેમજ ડ્રાઇવરના મામલામાં 3000 પ્રતિ કાર ખર્ચ આવે છે. તેનો મતલબ એ છે કે, એક સેકન્ડ હેન્ડ કાર વેચવા પર અમિત જૈનની કાર દેખોએ 30000 રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડતું હતું.
કાર દેખોના અમિત જૈને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, કાર દેખોએ સેકન્ડ હેન્ડ કારનો બિઝનેસ ઊભો કરવામાં 205 કરોડ અથવા 20 મિલિયન ડૉલરની રકમ ખર્ચ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, કાર દેખોએ આટલું નિવેશ કર્યા બાદ પણ નુકસાન ઉઠાવવું પડી રહ્યું હતું. કાર દેખોને દર મહિને 6.8 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. એ પ્રમાણે સેકન્ડ હેન્ડ કાર બિઝનેસ એક નુકસાનીનો સોદો હતો અને કાર દેખોએ પોતાના સેકન્ડ હેન્ડ કારના બિઝનેસને બંધ કરી પોતાના સાત કરોડના માસિક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતમાં સેકન્ડ હેન્ડ કારનો છૂટક વ્યાપાર કરનારી ત્રણ યૂનિકોર્ન સ્ટાર્ટઅપે નિવેશકો પાસેથી પૈસા ભેગા કર્યા છે. 3.3 અબજ ડૉલરના વેલ્યૂએશન સાથે આ કારોબારની સૌથી મોટી કંપની Cars 24 છે. ત્યારબાદ spinny 1.7 અબજ ડૉલરના વેલ્યૂએશન સાથે આવે છે. કાર દેખો ડોટ કોમની વેલ્યૂ 1.2 અબજ ડૉલર હતી. હવે કાર દેખો ડોટ કોમ આ કારોબારમાંથી બહાર ચાલી ગઈ છે. તેનો મતલબ એ છે કે, સેકેન્ડ હેન્ડ કાર બજારમાં પ્રતિસ્પર્ધા ઓછી થવાની છે. રસપ્રદ તથ્ય એ છે કે, શું કાર દેખો ડોટ કોમના સેકન્ડ હેન્ડ કાર બિઝનેસમાંથી બહાર નીકળવાથી બાકી બંને કંપનીઓને રાહત થશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp