અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, કોંગ્રેસ બોલી-અમૃતકાળ કે વસૂલી કાળ?
દેશની સૌથી મોટી ડેરી અમૂલે આ સવારે ચાની ચૂસકી લેનારા લોકોને ઝટકો આપી દીધો છે. અમૂલે દૂધના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે, ચારો મોંઘો થઈ ગયો છે એટલે દૂધનો ભાવ વધારવામાં આવી રહ્યો છે. આ અગાઉ અમૂલ ગોલ્ડ એક લીટરના 63 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 66 રૂપિયા થઈ ગયા છે. હવે 500 ગ્રામનું અમૂલ તાજા 27 રૂપિયામાં મળશે, જ્યારે 1 લીટર પેકેજ માટે 54 રૂપિયા ચૂકવવા પડશે.
અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા લીટર થઈ ગયું છે. 500 ગ્રામ માટે 28 રૂપિયા ચૂકવવા પડશે, તો ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયામાં એક લીટર મળશે. આ અગાઉ ઓક્ટોબર 2022માં અમૂલના દૂધના ભાવમાં વધારો થયો હતો. ઓક્ટોબરથી પહેલા ઑગસ્ટ મહિનામાં પણ કંપનીએ ગુજરાત સહિત આખા ભારતમાં દૂધનો ભાવ વધારવામાં આવ્યો હતો. તો માર્ચ 2022માં પણ અમૂલ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૂલનું દૂધ મુખ્ય રૂપે ગુજરાત સિવાય દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈની માર્કેટમાં સપ્લાઈ થાય છે.
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
એક દિવસમાં કંપની 150 લાખ લીટર દૂધ વેચે છે અને માત્ર દિલ્હી NCRમાં જ રોજનો વપરાશ લગભગ 40 લાખ લીટર છે. ભાવમાં વધારા બાદ 58 રૂપિયા પ્રતિ લીટરમાં મળનારા અમૂલ ગોલ્ડની કિંમત માર્ચ 2022માં 60 રૂપિયા, ઑગસ્ટમાં 61 રૂપિયા, ઓક્ટોબરમાં 63 રૂપિયા, અને હવે 66 રૂપિયા લીટર થઈ ગયું છે. આ રીતે કંપનીએ માર્ચ 2022થી અત્યાર સુધી અમૂલ ગોલ્ડની કિંમતોમાં 8 રૂપિયા લીટરનો વધારો કર્યો છે. ભાવમાં આ વધારો દૂધના સંચાલન અને ઉત્પાદનના કુલ ખર્ચમાં વૃદ્ધિના કારણે કરવામાં આવી રહ્યો છે.
दूध के दाम 3 रुपए लीटर बढ़ने का आपकी जेब पर क्या असर होगा?
— Congress (@INCIndia) February 3, 2023
अगर आपके परिवार में हर दिन 2 लीटर दूध लगता है तो अब आपको हर दिन 6 रुपए ज्यादा देने होंगे।
• एक महीने में 180 रुपए ज्यादा
• एक साल में 2,160 रुपए ज्यादा
अमृतकाल है या वसूली काल? ये सवाल आप भी पूछिए।
કંપનીનું કહેવું માનીએ તો માત્ર પશુઓના ચારાના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ગયા મહિને જ કંપની અમૂલ લિમિટેડ મેનેજમેન્ટમાં મોટો ફેરબદલ થયો હતો. કંપનીના MD આર. એસ. સોઢીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાં બાદ GCMMFના CEO જયન મેહતાને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આર.એસ. સોઢી મેનેજિંગ ડિરેક્ટર પદ વર્ષ 2010થી સંભાળી રહ્યા હતા.
કોંગ્રેસે દૂધની કિંમત વધારા પર સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે ઘરનું બજેટ દૂધે બગડ્યું છે. કોંગ્રેસે ટ્વીટ લખ્યું કે, ‘દૂધના ભાવમાં 3 રૂપિયા વધવાથી તમારા ખિસ્સા પર શું અસર પડશે? જો તમારા પરિવારમાં રોજ 2 લીટર દૂધ લાગે છે તો હવે તમારે રોજ 6 રૂપિયા વધારે આપવા પડશે. એક મહિનામાં 180 રૂપિયા વધારે. એક વર્ષમાં 2,160 રૂપિયા વધારે. અમૃતકાળ કે વસૂલી કાળ? આ સવાલ તમે પણ પૂછો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp