
અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી દેશના બિઝનેસ સેક્ટરમાં હંગામો મચી ગયેલો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દશકોથી શેરોમાં મેન્યુપ્લેશન અને હિસાબમાં ગરબડ કરી રહ્યું છે. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકા બોલી ગયા અને માર્કેટ કેપમાં 100 અરબ ડોલરનું ધોવાણ થઇ ગયું.શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ દુનિયાના ટોપ 5માંથી ભારતનું નામ નિકળી ગયું છે અને ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું ભારત આ પડકારોને પાર કરી શકશે? શું ભારતની આર્થિક તાકાત બનાવીન મહત્વાકાંક્ષાને ઝટકો લાગશે? આ બધા સવાલાનો જવાબ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને આપ્યો છે.
Global media is speculating whether current challenges in the business sector will trip India’s ambitions to be a global economic force. I’ve lived long enough to see us face earthquakes, droughts, recessions, wars, terror attacks. All I will say is: never, ever bet against India
— anand mahindra (@anandmahindra) February 4, 2023
પદ્મ વિભૂષણથી સન્માનિત આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટમાં લખ્યું છે કે મેં ભૂકંપ, દુકાળ, મંદી, યુદ્ધ અને આતંકવાદી હુમલાઓ બધાના સમય જોયા છે. હું માત્ર એટલું જ કહીશ કે ભારત સામે ક્યારેય શર્ત લગાવતા નહીં. એ રીતે મહિન્દ્રાએ અદાણીના સંકટ પર હસનારા અને દેશની આર્થિક પોલીસી સામે સવાલ ઉભા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે. ટ્વીટર પર મહિન્દ્રાના એક કરોડથી વધારે ફોલોઅર્સ છે.
ગૌતમ અદાણીની હાલત દિવસે ને દિવસે કફોડી થઇ રહી છે એવા સમયે કોઇ ઉદ્યોગપિત તેમના સમર્થનમાં આવીને બોલે એ સારી વાત છે. જે ભારતના ઉદ્યોગોની તાકાત બતાવે છે. મહિન્દ્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે Never, Ever Bets Against India.
જો કે આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે ગ્લોબલ મીડિયાએ ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હોય. પરંતુ ભારત દર વખતે પડકારોનો સામનો કરીને વધારે મજબુત થઇને બહાર આવ્યું છે.એનું તાજું જ ઉદાહરણ કોરોના મહામારી છે. કોરોના મહામારીથી દુનિયા હજુ બહાર આવી શકી નથી, પરંતુ ભારત કોરોનાને માત કરીને પુરી રીતે બહાર આવી ગયું છે. ભારતની ઇકોનોમી દુનિયામાં ઝડપથી આગળ વધી રહી છે અને IMFએ તો ભારતને ગ્લોબલ ઇકોનોમીનો ચમકતો સિતારો કહ્યો છે.
એ જ રીતે જ્યારે વર્ષ 2008માં મુંબઇમાં આતંકી હુમલો થયો હતો ત્યારે પણ ભારત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 160 લોકોના મોત થયા હતા અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. આખો દેશ શોકમાં હતો, પરંતુ બીજા જ દિવસથી લોકો પોતાના કામે લાગી ગયા હતા. આ ભારતની તાકાત છે. દુનિયાને હંમેશા ભારતે જવાબ આપ્યો છે.<
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp