મુકેશ અંબાણીના નાના દીકરા અનંતની રાધિકા સાથે થઈ સગાઈ, જુઓ Photos

PC: bollywoodshaadis.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ગઈ. અનંત અને રાધિકાની સગાઈનો સમારોહ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયામાં યોજાયો. અનંત અને રાધિકાની સગાઈના અવસર પર એન્ટીલિયાને શણગારવામાં આવ્યું છે. અનંત અને રાધિકાની સગાઈ જૂની પરંપરા ગોળ-ધાણા અને ચુનરી વિધિ સાથે થઈ.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ અવસર પર મુકેશ અંબાણીનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો. સગાઈ સમારોહની સામે આવેલી તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે તેમની દીકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ પણ દેખાઈ રહ્યા છે. સાથે જ મોટો દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ દેખાઈ રહ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. કપલ ટૂંક સમયમાં જ એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલ અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

સગાઈનો કાર્યક્રમ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર પર સંપન્ન થયો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ગત 29 ડિસેમ્બર, 2022ના રોજ અનંત અને રાધિકાની રોકા સેરેમની થઈ હતી.

મુંકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ, 1995ના રોજ થયો હતો. તે રિલાયન્સના ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યો છે. હાલ, તે રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જીનો ડાયરેક્ટર છે. તેમજ તેની થનારી પત્ની રાધિકા પણ પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરે છે.

અંબાણી પરિવારમાં નાની વહુ બનીને એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા, બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટના પિતા એનકોર હેલ્થકેરના CEO છે અને તેમની ગણતરી ભારતના ધનવાન વ્યક્તિઓમાં થાય છે. રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. ત્યારબાદ તે હાયર સ્ટડી માટે ન્યૂયોર્ક ચાલી ગઈ હતી.

ત્યાં તેણે પોલિટિકલ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન કર્યા બાદ 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યુટિવ તરીકે જોઈન કરી. તેને ક્લાસિકલ ડાન્સિંગ ઉપરાંત રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનું પસંદ કરે છે. પોતાના પિતાના એનકોર હેલ્થકેરના બોર્ડમાં પણ રાધિકા ડાયરેક્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp