નાદાર થઈ ચૂકેલી અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં આવી જબરદસ્ત તેજી, જાણો કારણ

PC: zeebiz.com

અનિલ અંબાણીની નાદાર થઈ ચુકેલી એક કંપનીના શેરમાં છેલ્લાં પાંચ કારોબારી સેશનથી અપર સર્કિટ લાગી રહી છે. અનિલ અંબાણીની આ કંપની ભારતીય બજારોમાં લિસ્ટેડ રિલાયન્સ એડીએજીની કંપનીઓમાંથી એક છે. રિલાયન્સ કેપિટલ હાલ ટોરેન્ટ ગ્રુપ અને હિંદુજા ગ્લોબલ દ્વારા અધિગ્રહણના કારણે સમાચારમાં છે. રિલાયન્સ કેપિટલના શેર આજે NSE પર 10.65ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યા. આજે અપર સર્કિટ લાગ્યા બાદ આ સ્ટોક નવા વર્ષ 2023માં તમામ 5 સેશનમાં અપર સર્કિટ લગાવવામાં સફળ રહ્યા. છેલ્લાં ત્રણ દિવસોમાં આ સ્ટોક 15 ટકા સુધી વધી ચુક્યો છે. રિલાયન્સ કેપિટલ હાલ નાદારીની પ્રોસેસરમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન દેવાના બોજા તળે દબાયેલી રિલાયન્સ કેપિટલના વેચાણની પ્રક્રિયા કાયદાકીય વિવાદોમાં છે. છેલ્લાં પાંચ વર્ષોમાં રિલાયન્સ કેપિટલના શેર 98 ટકા કરતા વધુ તૂટ્યા છે.

આ દરમિયાન શેરોની કિંમત 600 રૂપિયાથી લઈને 10.10 રૂપિયા પર આવી ગઈ. આ સ્ટોકનો 52 વીકનો હાઈ 23.30 રૂપિયા અને લો 8.70 રૂપિયા રહ્યો છે.

રિલાયન્સ કેપિટલના વેચાણનો મામલો NCLT કોર્ટમાં છે કારણ કે, ટોરેન્ટ ગ્રુપ અને હિંદુજા ગ્લોબલે તેના અધિગ્રહણ માટે 21 ડિસેમ્બેરે ઈ-નીલામીમાં ભાગ લીધો હતો. ઓક્શનમાં ટોરેન્ટ ગ્રુપ પ્રસ્તાવિત અધિગ્રહણ માટે 8640 કરોડ રૂપિયાની ઓફર સાથે બોલીમાં સૌથી ઉપર હતું. પરંતુ, બે દિવસ બાદ હિંદુજા ગ્લોબલે 9000 કરોડ રૂપિયાની સંશોધિત બોલીની રજૂઆત કરી દીધી. મામલાની સુનાવણી કરતા NCLTએ ટોરેન્ટ ગ્રુપને રાહત આપી અને રિલાયન્સ કેપિટલને હિંદુજા ગ્લોબલના નવા પ્રસ્તાવને સ્વીકાર કરવાથી અટકાવવાનો નિર્દેશ આપ્યો. આશા છે કે, NCLT આવતા અઠવાડિયે આ મામલાની સુનાવણી કરશે. રિલાયન્સ કેપિટલે કોની બોલીનો સ્વીકાર કરવો જોઈએ તે સંબંધમાં અંતિમ નિર્ણય NCLT લેશે.

કંપનીના સ્ટોકમાં આવી રહેલી સતત તેજી પર એક્સપર્ટ્સનું કહેવુ છે કે, બજાર નવા નાણાકીય વર્ષમાં કંપનીના નવા પ્રબંધન પર રિલાયન્સ કેપિટલ સ્ટોક વિશે ચર્ચા કરી રહ્યા છે. NCLT તરફથી જે પણ નિર્ણય આવે છે, બજાર આશા રાખી રહ્યું છે કે પરિણામ રિલાયન્સ કેપિટલના નાણાકીય અને કોર્પોરેટ મેનેજમેન્ટ માટે ફાયદાકારક હશે. BSE પર છેલ્લાં છ મહિનામાં આ સ્ટોક 12 ટકા કરતા વધુ નીચે ગયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સ્ટોકમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. 12 જાન્યુઆરી, 2018ના રોજ આ સ્ટોક 585.25 રૂપિયા પર હતો. ત્યારબાદથી અત્યારસુધી આ શેરોમાં 98 ટકા કરતા વધુનો ઘટાડો આવ્યો છે. YTD ના આધાર પર રિલાયન્સ કેપિટલના શેરોમાં 20.34 ટકાની તેજી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp