મહાકાલના દર્શન પછી અનિલ અંબાણીએ કહ્યું 14 વર્ષનો વનવાસ પૂરો, કરી મોટી શરૂઆત

PC: timesofindia.indiatimes.com

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને એ પછી તેઓ ઇંદોરપહોંચ્યા હતા. અહીં તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી છે. અનિલ અંબાણી પહેલાં અવારનવાર મહાકાલના દર્શને આવતા હતા.

અનિલ અંબાણીએ મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલ મંદિરમાં હિન્દુ વિધિથી પૂજા કરી હતી. તેઓ પૂજા કરવા માટે ધોતી પહેરીને મંદિર પહોંચ્યા હતા. તેમણે મહાકાલની પૂજા કરીને આશીર્વાદ લીધા છે. આ પછી તે ઈન્દોર જવા રવાના થઈ ગયા હતા.અનિલ અંબાણી ઈન્દોરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે. આ માટે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન પહોંચ્યા છે. મુંબઈ પછી ઈન્દોરમાં આ હોસ્પિટલની બીજી બ્રાન્ચ છે.

હોસ્પિટલની શરૂઆત કરવા માટે અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ઇંદોર પહોંચી ગયા છે. એ પહેલાં અનિલ અંબાણી કંપનીના અધિકારીઓ સાથે મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મહાકાલ મંદિરના પૂજારીએ અનિલ અંબાણીને પૂછ્યું કે તમે આઠ-નવ વર્ષ પછી મંદિરમાં પૂજા માટે આવ્યા છો. તેના પર અનિલ અંબાણીએ કહ્યું કે, આઠ-નવ નહીં, 14 વર્ષ પછી મહાકાલ મંદિરમાં આવ્યો છું. હવે વનવાસ પૂરો થયો. પૂજા દરમિયાન અનિલ અંબાણી મહાકાલની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં મહાકાલનો અભિષેક પણ કર્યો હતો.

અનિલ અંબાણીએ પૂજા દરમિયાન મહાકાલ મંદિરની અંદર પંડિતો સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા મંદિરના પૂજારીએ કહ્યું કે અનિલ અંબાણી બાબા મહાકાલના દરબારમાં આવ્યા હતા. ઇંદોરમાં હોસ્પિટલ ખોલવા માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી છે. પૂજારીએ કહ્યું કે મને તેમની સૌથી સારી વાત ગમી કે તેમણે બાબાના દરબારમાં કહ્યું કે મારી હોસ્પિટલ ખાલી રહે. મતલબ કે અનિલ અંબાણી એવં ઇચ્છે છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને કોઇને હોસ્પિટલના દાદર ન ચઢવા પડે. અનિલ અંબાણીએ કહ્યું કે હું બાબા મહાકાલનો ભક્ત છું.

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં અનિલ અંબાણીએ દુધથી અભિષેક કર્યો હતો. એ દરમિયાન મંદિરના પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યા હતા. મહાકાલ મંદિરના અનેક પુજારીઓએ પૂજા અર્ચના કરાવી હતી. અનિલ અંબાણીએ આરતી પણ કરી હતી.

મહાકાલ મંદિર પ્રબંધન સમિતિ દ્વારા અનિલ અંબાણીને ભગવાન ભોલેની તસવીર અર્પણ કરવામાં આવી છે. આ પછી અનિલ અંબાણી કપાળ પર ત્રિપુંડ સાથે જમીન પર બેઠેલા જોવા મ્ળ્યા હતા. મંત્રોચ્ચાર વચ્ચે તેઓ ભગવાનની આરાધનામાં મગ્ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp