ગૌતમ અદાણીને વધુ એક ઝટકો, 7 હજાર કરોડની એક મોટી ડીલ હાથમાંથી ગઈ

PC: tradebrains.in

મુશ્કેલીઓથી ઘેરાયેલા ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાવર સેક્ટરની એક મોટી ડીલ તેમના હાથમાંથી સરકી ગઇ છે. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે DB   પાવરને ખરીદવા માટે એક મોટી ડીલ કરી હતી અને આ ડીલ માટે CCIની મંજૂરી પણ મળી ગઇ હતી. પરંતુ અદાણી પાવરે સ્ટોક એક્સ્ચેન્જને જણાવ્યું છે કે આ ડીલને પુરી કરવાની ડેટ એક્સપાયર થઇ ગઇ છે. આ તારીખને ચાર વખત લંબાવવામાં આવી હતી અને ફાઇનલ ક્લોઝિંગ ડેટ 15 ફેબ્રુઆરીએ પુરી થઇ ગઇ છે. અદાણી પાવર અને  DB પાવર વચ્ચે 7017 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી.

જો આ ડીલ પુરી થતે તો પાવર સેક્ટરમાં અદાણી ગ્રુપની તાકાત મજબુત થઇ જતે. જ્યારે 2022 જ્યારે અદાણી પાવર અને  DB પાવરની ડીલની જાહેરાત થઇ ત્યારે આ પાવર સેક્ટરમાં અદાણી ગ્રુપની આ સૌથી મોટી બીજી મર્જર એન્ડ એક્વિઝિશન ડીલ હતી. પરંતુ હિંડનબર્ગ રિસર્સના વાવાઝોડોમાં સપડાયેલું અદાણી ગ્રુપ આ ડીલને પુરી કરવામાં નિષ્ફળ રહ્યું.

24 જાન્યુઆરીએ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપને આ બીજો મોટો ઝટકો મળ્યો છે. આ પહેલા અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પાછો લેવાની ફરજ પડી હતી.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ શેરોના ભાવોમા મેન્યુપ્લેશન કરે છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગના બધા આરોપોને નકાર્યા હતા અને લેખિતમાં જવાબ પણ આપ્યો હતો. પરંતુ આ સમયગાળામાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરોના ભાવમાં મોટા ગાબડાં પડ્યા અને નેટવર્થ પણ અડધી થઇ ગઇ.

આવી કપરી પરિસ્થિતિમાં અદાણી ગ્રુપે પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે અને રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા માટે અદાણી ગ્રુપે હવે આક્રમક તેવરને બદલે નાણાંકીય સ્થિતિને મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અદાણી ગ્રુપ હવે પોતાનું દેવું ઓછું કરી રહ્યું છે અને ગિરવે રાખેલા શેરોને છોડાવીને કેશ વધારી રહ્યું છે.

અદાણી પાવર 13.6 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. કંપનીના સાત રાજ્યોમાં સાત થર્મલ પ્લાન્ટ છે. તેમજ 40 મેગાવોટનો સોલાર પ્લાન્ટ છે. 30 સપ્ટેમ્બર 2022 ના આંકડા અનુસાર, કંપની પર કુલ 36,031 કરોડ રૂપિયાનું દેવું છે. જો તેને ડીબી પાવર સાથે ડીલ મળી હોત તો તેનાથી પાવર સેક્ટરમાં અદાણી ગ્રુપની સ્થિતિ વધુ મજબૂત બની હોત. DB પાવરની પાસે છતીસગઢમાં ઝાંઝગીર ચંપા જિલ્લામાં 600-600 મેગોવોટના બે યુનિટ છે. અત્યારે DB પાવરનો માલિકી હક દૈનિક ભાસ્કર ગ્રુપ પાસે છે. આ કંપની પર 5500 કરોડ રૂપિયાનું દેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp