અદાણીને જેટલું નુકશાન થયું, એટલામાં 5 વર્ષ 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળી જાય

PC: ft.com

હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની કંપનીના શેરોના ભાવ પત્તાના મહેલની જેમ કડડભૂસ થઇ ગયા. 24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા પછી ગૌતમ અદાણીને એટલું મોટું નુકશાન થયું કે દુનિયાના ટોપ 1-0માં ચોથા નંબર બિરાજતા અદાણી સીધા ટોપ-20માંથી પણ બહાર થઇ ગયા. શેરોમાં કડાકા બોલી જવાને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું. આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ તમને એ વાત પરથી આવશે કે નાણાંકીય વર્ષ 2023-24 માટે રેલવે બજેટ 2.40 લાખ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે. હવે તમે વિચારો રેલવે બજેટથી 5 ઘણી વધારે રકમનું અદાણીને નુકશાન થયું છે.

હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા પછી ગૌતમ અદાણીનું સામ્રાજ્ય રીતસરનું હાલી ગયું છે અને ધડામ કરીને નીચે આવી ગયું છે. વર્ષ 2023-24 માટે ભારતનું કુલ બજેટ 45.03 લાખ કરોડ રૂપિયા છે. હવે દેશનું કુલ બજેટ છે તેના ચોથા ભાગનું એટલે કે 10 લાખ કરોડ રૂપિયાનું નુકશાન અદાણી ગ્રુપને થયું છે અને તે પણ માત્ર 10 દિવસમાં. અદાણી ગ્રુપનું નુકશાન ભારતના રક્ષા બજેટ 4.32 લાખથી ડબલ છે.

અદાણી ગ્રુપને 10 દિવસમાં જે નુકશાન થયું છે, એટલી રકમમમાં ભારતના 80 કરોડ લોકોને લગભગ 5 વર્ષ સુધી મફતમાં અનાજ મળી જતે. કેન્દ્ર સરકારે 2023 માટે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે અને અદાણી ગ્રુપને નુકશાન 10 લાખ કરોડ રૂપિયા છે. જો કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ, ફુડ સબસિડી, પેન્શન, ગ્રામીણ વિકાસના કુલ બજેટને પણ જોડી દેવામાં આવે તો પણ અદાણીના નુકશાન જેટલું ન થાય.માત્ર એક રિપોર્ટને કારણે અદાણીને આટલું મોટું નુકશાન થયું છે.

અમેરિકાની ફોરેન્સિક ફાયનાન્શીઅલ કંપની હિંડનબર્ગએ અદાણી ગ્રુપ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લગભગ 1000 પાનાના આ રિસર્ચ રિપોર્ટમાં અદાણીને 88 સવાલો પુછવામાં આવ્યા છે. ‘અદાણી ગ્રુપ: હાઉ ધ વર્લ્ડ થર્ડ રિચેસ્ટ મેન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઇન કોર્પોરેટ હિસ્ટ્રી’નામથી 24 જાન્યુઆરી 2023ના દિવસે રિપોર્ટ જાહેર કર્યો હતો. એ રિપોર્ટ જાહેર થયા પછી અદાણીની ગ્રુપ કંપનીના શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp