આશિષ કચોલિયાની કંપનીનો IPO 22મી ઓગસ્ટે ખુલશે, ગ્રે માર્કેટ પ્રીમિયમ જાણો

PC: freepressjournal.in

હોજ બનાવતી કંપની એરોફ્લેક્સનો IPO રોકાણ માટે 22મી ઓગસ્ટના રોજ ખુલી રહ્યો છે. એરોફ્લેક્સ સૈટ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી છે અને સૈટ ઇન્ડસ્ટ્રીઝ ઘરેલુ માર્કેટમાં પહેલેથી જ લિસ્ટેડ છે. એરોફ્લેક્સ દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં પહેલેથી જ શામેલ છે. 351 કરોડ રૂપિયાના આ ઇશ્યુ હેઠળ નવા શેર પણ જારી થશે અને સૈટ ઇન્ડસ્ટ્રીઝ પોતાના હિસ્સાના શેરોનું પણ વેચાણ કરશે. જ્યારે ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેરોનું અપર પ્રાઇસ બેન્ડથી 58 રૂપિયા એટલે કે, લગભગ 54 ટકા ગ્રે માર્કેટ પ્રીમિયમ પર છે. જોકે, માર્કેટ એક્સપર્ટ્સ અનુસાર, ગ્રે માર્કેટથી સારા સંકેતો પર ધ્યાન આપવા કરતા કંપનીની નાણાંકીય હાલત અને ફંડામેન્ટલ્સના આધાર પર IPOમાં રોકાણ કરવું જોઇએ.


એરોફ્લેક્સનો IPO 22મી ઓગસ્ટથી લઇને 24મી ઓગસ્ટના રોજ રોકાણ માટે ખુલશે. 351 કરોડ રૂપિયાના ઇશ્યુમાં 102થી 108 રૂપિયાના પ્રાઇસ બેન્ડ અને 130 શેરોના લોટ માટે રોકાણ કરી શકશો. ઇશ્યુનો 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ ઇનવેસ્ટર્સ, 15 ટકા હિસ્સો નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇનવેસ્ટર્સ અને 35 ટકા હિસ્સો રીટેલ ઇનવેસ્ટર્સ માટે આરક્ષિત છે. IPOની સફળતા બાદ શેરોનું અલોટમેન્ટ 29મી ઓગસ્ટના રોજ ફાઇનલ થશે અને ઇશ્યુનુ રજિસ્ટ્રાર લિંકઇનટાઇમ છે. ત્યાર બાદ શેરોનું એલોટમેન્ટ 1લી સપ્ટેમ્બરના રોજ થશે.

આ IPO હેઠળ 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 162 કરોડ રૂપિયાના નવા શેરોનું વેચાણ થશે. તે સિવાય અન્ય 189 કરોડ રૂપિયાના 1.75 કરોડ શેરોનું ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ પ્રમોટર સૈટ ઇન્ડસ્ટ્રીઝ વેચાણ કરશે. જૂન ક્વાર્ટરમાં શેરહોલ્ડિંગ પેટર્નના હિસાબે સેટ પાસે તેના 50835000 શેર છે જે 44.95 ટકા હિસ્સેદારી બરાબર છે. નવા શેરોને જારી કરીને એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો તથા ઇનઓર્ગેનિક એક્વિઝિશન કરવા માટે કરશે.

એરોફ્લેક્સ એનવાઇરોનમેન્ટ ફ્રેન્ડલી મેટાલિક ફ્લેક્સિબલ ફ્લો સોલ્યુશન પ્રોડક્ટ્સ બનાવે છે. તે બ્રેડેડ હોઝ, અનબ્રેડેડ હોઝ, સોલાર હોઝ, વેક્યુમ હોઝ, ગેસ હોઝ, બ્રાન્ડિંગ, ઇન્ટરલોક હોઝ, હોઝ એસેમ્બ્લી, લેસિંગ હોઝ એસેમ્બ્લી, જેકેટેડ હોઝ એસેમ્બ્લી, એક્ઝોસ્ટ કનેક્ટર્સ, એક્ઝોઝ્ટ ગેસ રીસર્ક્યુલેશન ટ્યુબ્સ, એક્સપાન્શન બેલોઝ, કેપેસિટર્સ અને એન્ડ ફિટિંગ્ઝ બનાવે છે. તેનું ઇમ્લાન્ટ નવી મુંબઇના તલોજામાં સ્થિત છે. કંપનીની નાણાંકીય સ્થિતિ વિશે વાત કરીએ તો તેનો નફો સતત વધી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2020માં તેને 4.69 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો જે આગામી નાણાંકીય વર્ષમાં વધીને 6.01 કરોડ રૂપિયા, નાણાંકીય વર્ષ 2022માં 27.51 કરોડ રૂપિયા અને પછી 2023માં 30.15 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયાની એરોફ્લેક્સમાં 2.03 ટકા હિસ્સેદારી છે. કંપનીના IPO DRHP અનુસાર, તેમની પાસે 2,315,935 શેર છે. તેમણે આ શેરોની આ જ વર્ષે મે મહિનામાં 87.56 રૂપિયાના ભાવ પર ખરીદી કરી હતી. આ પ્રકારે એરોફ્લેક્સમાં તેમનું હોલ્ડિંગ લગભગ 20.28 કરોડ રૂપિયાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp