હિંડનબર્ગ રિસર્ચમાં આવ્યું હતું નામ, અમદાવાદની ઓડિટર ફર્મે છોડી અદાણીની કંપની

PC: businesstoday.in

અદાણી ગ્રુપ બાબતે આવેલો હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અમદાવાદની એક ચાર્ટર્ડ અકાઉન્ટેન્સી ફર્મની નિમણૂક પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ કંપનીએ પોતાને અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસથી અલગ કરી લીધી છે. કંપનીએ શેર માર્કેટ્સને જણાવ્યું કે, M/s. Shah Dhandharia & Co. LLPએ રિઝાઇન કરી દીધું છે. હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝીસ અને અદાણી ટોટલ ગેસની ઇન્ડિપેન્ડેન્ટ ઓડિટર Shah Dhandharia એક નાની કંપની છે.

તેના માત્ર 4 પાર્ટનર અને 11 કર્મચારી છે. રેકોર્ડ્સ મુજબ, તેણે વર્ષ 2021માં દર મહિને 32 હજાર રૂપિયાનું ભાડું આપ્યું. તેના ખાતામાં અદાણીની કંપનીઓ સિવાય માત્ર એક જ લિસ્ટેડ કંપની છે, જેની માર્કેટ કેપ લગભગ 64 કરોડ રૂપિયા છે. અદાણી ટોટલ ગેસે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, તેના ચાર્ટર્ડ અકાઉન્ટેન્સ M/s. Shah Dhandharia & CO. LLPએ રિઝાઇન કરી દીધું છે. તે 2 મેથી પ્રભાવિત થઈ ગયું છે. કંપનીએ તેની સાથે જ ઓડિટરના રાજીનામાનો લેટર પણ અટેચ કર્યો છે.

ઓડિટરનું કહેવું છે કે, 26 જુલાઇ 2022ના રોજ 5 વર્ષનો બીજી ટર્મ આપવામાં આવી હતી અને તેણે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કર્યું છે. તેનું કહેવું છે કે તે બીજા અસાઇમેન્ટમાં વ્યસ્ત છે એટલે તેણે રિઝાઇન કરી દીધું છે. અત્યારે એ વાતની જાણકારી મળી શકી નથી કે, તે અદાણી એન્ટરપ્રાઈઝીસમાંથી પણ રિઝાઇન કરશે કે નહીં. અદાણી એન્ટરપ્રાઈઝીસ 4 મેના રોજ પોતાના નાણાકીય પરિણામ પર વિચાર કરશે.

હિંડનબર્ગ રિસર્ચનો 24 જાન્યુઆરીના રોજ આવેલા રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેરના ભાવ વધારવામાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અદાણી ગ્રુપે આ આરોપોને નકાર્યા હતા, પરંતુ આ કારણે અદાણી ગ્રુપના શેરોમાં એક મહિના કરતા વધારે સમય સુધી ઘટાડો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે SEBIને આ આરોપોની તપાસ કરવા કહ્યું છે. કોર્ટે તેના માટે 2 મે સુધીનો સમય આપ્યો હતો, પરંતુ SEBIએ તેને 6 મહિના હજુ વધારવાનો અનુરોધ કર્યો છે. તેની બાબતે જનહિતની અરજી દાખલ કરનારા વકીલ વિશાલ તિવારીએ SEBIને વધારે સમય ન આપવાનો અનુરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે તેનાથી તપાસ લાંબી ખેચાઈ જશે અને વધારે મોડું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp