અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટનો ઓસ્ટ્રેલિયા સરકાર તપાસ કરશે: મીડિયા રિપોર્ટ

PC: facebook.com/profile.php?id=100065478146796

ગૌતમ અદાણીની મુસીબત ઓછુ થવાનું નામ નથી લઇ રહી. હિંડનબર્ગના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં મોટા ધબડકા વળી ગયા અને તેની સાથે તેમની નેટવર્થમાં પણ મોટું ગાબડું પડી ગયું હતું. હવે એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર પણ હિંડનબર્ગના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. હજુ બે દિવસ પહેલા હિંડનબર્ગે અદાણી ગ્રુપના ચીન સાથેના કનેક્શન વિશે પણ ખુલાસો કર્યો હતો.

હિંડનબર્ગની રિપોર્ટથી અદાણી ગ્રુપને તગડો ઝટકો લાગ્યો છે અને કંપનીના શેરોમાં મોટા કડાકા બોલી ગયા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર્સ પણ હિંડનબર્ગના રિપોર્ટની તપાસ કરી રહ્યા છે.

અમેરિકન ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી જૂથ પર સ્ટોકની હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ મૂકતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના કોર્પોરેટ રેગ્યુલેટર્સ પણ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

જો કે હજુ સુધી ઓસ્ટ્રેલિયા કોર્પોરેટ રેગ્યુલેટર ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમીશને હજુ સત્તાવાર કોઇ નિવેદન સામે આવ્યું નથી.ગૌતમ અદાણીના નેજા હેઠળની અદાણી ગ્રુપનો ઓસ્ટ્રેલિયામાં પણ બિઝનેસ છે. અને ત્યાં અદાણી કોલસાની ખાણ અને એબોટ પોઈન્ટ પોર્ટનું સંચાલન કરે છે.  હિંડનબર્ગ રિસર્ચ એક નાણાકીય સંશોધન કંપની છે, જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરે છે. આ કંપની કોર્પોરેટ જગતના ખોટા કાર્યોનો પર્દાફાશ કરવા માટે જાણીતી છે.

જોકે, હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથે પણ પ્રતિક્રિયા આપી છે અને હિંડનબર્ગના અહેવાલને ભારત પરના હુમલાનું કાવતરું ગણાવ્યું છે. અદાણી ગ્રુપે આ અહેવાલને પાયાવિહોણો અને બદનક્ષીભર્યો ગણાવ્યો હતો. ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જુગશિન્દર સિંઘે જણાવ્યું હતું કે રિપોર્ટમાં તથ્યપૂર્ણ ડેટા માટે કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો નથી. અદાણી ગ્રુપે હિંડનબર્ગ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીની જ વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, US ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ ડઝનેક મોટા શોર્ટ-સેલિંગ ઇન્વેસ્ટમેન્ટ અને રિસર્ચ ફર્મ્સની તપાસ કરી રહ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ કંપની પણ આ મામલે તપાસ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp