હવે એક્સિસ બેંકે અદાણી પર તોડ્યું મૌન, જુઓ કેટલાની આપી રાખી છે લોન

PC: khabarchhe.com

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ જ અદાણી ગ્રુપને મુશ્કેલીઓએ ઘેરી રાખ્યું છે. પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. તો અદાણી ગ્રુપને લઇને જાત જાતની વાતો પણ સામે આવી રહી છે. આ દરમિયાન ઘણી બેંકો હવે એ વાતોનો ખુલાસો પણ કરી રહી છે કે અદાણી ગ્રુપે તેની પાસે કેટલી લોન લઇ રાખી છે. હવે એક્સિસ બેંકે પણ આ વાતનો ખુલાસો કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપે ખૂબ લાઇમલાઇટમાં છે.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે અને આ રિપોર્ટ્સમાં હિંડનબર્ગ તરફથી અદાણી ગ્રુપ પર હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ જ અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યૂમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. અદાણી ગ્રુપે ઘણી બેંકો પાસે પણ લોન લઇ રાખી છે. આ દરમિયાન હવે પ્રાઇવેટ સેક્ટરના એક્સિસ બેંકે જણાવ્યું કે અદાણી ગ્રુપે તેની પાસેથી કેટલી લોન લઇ રાખી છે. એક્સિસ બેંકે જણાવ્યું કે અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનનો 0.94 ટકા છે.

એક્સિસ બેંકે શેર બજારને કહ્યું કે, અમે બેંકના ઋણના મૂલ્યાંકન ઢાંચા મુજબ રોકડ આવક, સુરક્ષા અને દેવાદારોને ચૂકવવાની ક્ષમતાના આધાર પર લોન આપીએ છે. તેના આધાર પર અમે અદાણી ગ્રુપને આપેલી લોન સાથે સહજ છીએ. એક્સિસ બેંકે શેર બજારને જણાવ્યું કે, અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન મુખ્ય રૂપે બંદરગાહ, ટ્રાન્સમિશન, વીજળી, ગેસ વિતરણ, રોડ અને એરપોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલી કંપનીઓ માટે છે. બેંકનું કહેવું છે કે શુદ્ધ લોનના ટકાવારીના રૂપમાં ફંડ આધારિત બાકી 0.29 ટકા છે, જ્યારે ગેર નિધિ આધારિત બાકી 0.58 ટકા છે.

એક્સિસ બેંકનું કહેવું છે કે, 31 ડિસેમ્બર 2022 સુધી બેંકના શુદ્ધ અગ્રીમોના રોકાણ 0.07 ટકા છે. એક્સિસ બેંકે કહ્યું કે, તેની પાસે 31 ડિસેમ્બર 2022 સુધી 1.53 ટકાની સ્ટાન્ડર્ડ એસેટ કવરેજ સાથે એક મજબૂત ખાતું છે. એક્સિસ બેંક પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ જણાવ્યું હતું કે, તેણે 27000 કરોડ રૂપિયાની લોન આપી છે. બેંકે કહ્યું હતું કે કોઇ પ્રકારની ચિંતાની વાત નથી. તો બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ 7,000 કરોડની લોન આપી રાખી છે. એ સિવાય બેંક ઓફ બરોડા (BOB)એ કુલ 7,000 કરોડની લોન બાકી છે. બેંકોએ કોઇ પણ પ્રકારની ચિંતાને લઇને ના પાડી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp