
અદાણી હિંડનબર્ગ જેવી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પણ એક રિપોર્ટથી બિઝનેસમેનને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ ઘટના છે હોંગકોંગની. હોંગકોંગ બેઝ્ડ બિલેનિયરને માત્ર 2 દિવસમાં જ 70 ડૉલરથી વધુ (ભારતીય ચલણ મુજબ 5500 કરોડ રૂપિયા કરતા વધુ)નું જબરદસ્ત નુકસાન થયું છે. ગુપ્ત રીતે ઓપરેટ કરનાર શોર્ટ સેલર જેહોસફે રિસર્ચે ટેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ પર અકાઉન્ટિગમાં છેતરપિંડી કરવા અને નફામાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.
ટેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર જર્મન બિલેનિયર હોર્સ્ટ જુલિયસ પુડવિલ છે. શોર્ટ સેલરના રિપોર્ટ બાદ ગયા અઠવાડિયે તેમને 4 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ટેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આવેલો ઘટાડો નવેમ્બર 2008 બાદ સૌથી વધારે છે. શોર્ટ સેલર ફર્મે પોતાના 60 પેજના રિપોર્ટમાં કહ્યું છે કે, ટેકટ્રોનિક અકાઉન્ટિંગમાં છેડછાડ કરીને એક દશક કરતા વધુ સમયથી પોતાના નફાને નાટકીય રીતે વધારી રહી છે. ટેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝે શોર્ટ સેલર ફર્મના રિપોર્ટને નકારી દીધો છે.
સાથે જ શોર્ટ સેલર ગ્રુપ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી છે. જો કે, આરોપ નકાર્યા બાદ કંપનીના શેરોમાં કંઇક રિકવરી આવી છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલેનેયર લિસ્ટ મુજબ, હવે પુડવિલની નેટવર્થ 4.5 બિલિયન ડોલર રહી ગઇ છે. જેહોસફે રિસર્ચ ગુપ્ત રીતે કામ કરે છે. કંપની અને તેની સાથે કામ કરનારા લોકો બાબતે વધુ જાણકારી ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો. અમેરિકાની શૉર્ટ સેલિંગ હિંડનબર્ગ રિસર્ચ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી છે. આ કારણે કેટલીક કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી 7 લિસ્ટેડ ફર્મોના માર્કેટ વેલ્યૂમાં લગભગ 140 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનું ખંડન કર્યું છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરોમાં જે ઘટાડો આવ્યો છે, તેના કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 12 લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે અને 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp