અદાણી ગ્રુપની આ કંપની વેચાવા તૈયાર, Bain Capital ખરીદવા જઈ રહી છે 90% ભાગીદારી

PC: newindianexpress.com

ભારતના દિગ્ગજ અબજપતિ અને વર્ષ 2022માં દુનિયાના ટોપ અબજપતિઓની લિસ્ટમાં ટોપ-2માં સામેલ રહેલા ગૌતમ અદાણીની એક કંપની વેચાવા તૈયાર છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Bain Capitalએ અદાણી ફર્મમાં 90 ટકા હિસ્સેદારી અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, અદાણી ગ્રુપ પોતાની કંપની અદાણી કેપિટલમાં હિસ્સેદારી વેચી શકે છે. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ, અમેરિકા બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન ફર્મ બેન કેપિટલ (Bain Capital)એ રવિવારે જાહેરાત કરી છે કે અદાણી ગ્રુપની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અદાણી કેપિટલની 90 ટકા હિસ્સેદારીનું અધિગ્રહણ કરશે.

આ ડીલના માધ્યમથી Bain Capital આ ફાર્મમાં અદાણી પરિવારની ખાનગી હિસ્સેદારીનું અધિગ્રહણ કરશે. રિપોર્ટમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ ડીલ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં પૂરી થઈ શકે છે. Bain Capital દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી મુજબ, અદાણી કેપિટલનું અધિગ્રહણ પૂરું થયા બાદ પણ ગૌરવ ગુપ્તા, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO બન્યા રહેશે. તેની સાથે જ કંપની તરફથી અદાણી કેપિટલમાં 12 કરોડ ડૉલરના ઇન્વેસ્ટમેન્ટની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી છે.

કહેવામાં આવ્યું છે કે, એ સિવાય નોન કંવર્ટિબલ ડિબેન્ચરના રૂપમાં 5 ડોલરની અતિરિક્ત લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, લેહમેન બ્રધર્સ અને મેક્વેરીના પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગૌરવ ગુપ્તા હાલમાં અદાણી કેપિટલનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કંપની સાથે ઓક્ટોબર 2016થી જોડાયા છે. આ ડીલને લઈને ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, છેલ્લા 6 વર્ષ અસાધારણ રહ્યા છે. હું ગૌતમભાઈનો અવસર અને મારા પર એટલો વિશ્વાસ વ્યક્ત કરવા માટે આભાર માનું છું.

Bain Capitalના પાર્ટનર ઋષિ મંડાવતે આ ડીલને લઈને કહ્યું કે, ગૌરવ ગુપ્તા અને તેની ટીમે અદાણી કેપિટલમાં મોટા પ્રમાણ પર લોન આપનારો વ્યવસાય બનાવ્યો છે. જે ઉદ્યમશીલતાનું સમર્થન કરે છે અને દેશમાં 300 અબજ ડોલર કરતા વધુની ખુદરા MSME ક્રેડિટ ડીમાન્ડમાં સહયોગ કરી રહ્યો છે. કંપની પાસે મજબૂત બિઝનેસ ફન્ડામેન્ટલ અને એક્સપિરિયન્સ રાખનારી ટીમ છે, જે એગ્રીકલ્ચર, હાઉસિંગ સેક્ટરમાં કાર્યરત છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, તેઓ ગૌરવ ગુપ્તાને તેમના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહેવાના સમયથી જાણે છે. તેઓ એક ઉદ્યમી બનવા માગતા હતા અને મેં તેમનું સમર્થન કર્યું.

તેમણે ન માત્ર અર્ધ શહેરી અને ગ્રામીણ ભારતમાં જરૂરિયાતમંદો પર ફોકસ કરતા એક સારો ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ વધાર્યો છે, પરંતુ અદાણી ગ્રુપમાં પણ તેમનું યોગદાન બહુમૂલ્ય છે. તેમણે આગળ કહ્યું કે, મને ખૂબ ખુશી છે કે Bain Capital જેવા વિશ્વસનીય રોકાણકાર હવે તેમાં પગ રાખી રહ્યા છે અને તેનાથી વ્યવસાયને અહીંથી અનેક ગણો વધવામાં મદદ મળશે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે શેર બજારમાં કારોબાર દરમિયાન અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા હતા, અત્યાર સુધી કંપનીના શેર તેજી સાથે 2425.95 રૂપિયા લેવલ પર હતા. આ સ્ટોકમાં ગયા મહિનાથી જ તેજીનો સિલસિલો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp