બેંક કર્મચારીઓને જલ્દી મળશે ખુશખબરી, દર અઠવાડિયે 2 રજા, પણ કામ...
બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં 2 દિવસની સાપ્તાહિક રજા મળી શકે એમ લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) બેંક યુનિયનોની 5 દિવસ કામકાજ અને 2 દિવસની રજાની કર્મચારીઓની માંગ પર વિચાર કરી રહી છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાથી રોજના કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરી શકાય એમ છે. હાલમાં બેંક કર્મચારીને એક અઠવાડિયું છોડીને શનિવારે એક દિવસની રજા મળે છે. જો આ નિયમ સ્વીકારવામાં આવશે, તો બેંક કર્મચારીઓને 6 દિવસની સાપ્તાહિક રજાને બદલે મહિનામાં 8 દિવસની રજા મળી શકશે.
IBA અને યુનાઈટેડ ફોરમ ઑફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને 2 દિવસની રજા માટે વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થઇ ગયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (IIBOA)ના જનરલ સેક્રેટરી S નાગરાજને મીડિયાને જણાવ્યું છે કે, સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના ફક્ત બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.
તેમણે કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોના માલિક તરીકે સરકારનો પણ અભિપ્રાય છે. RBIએ પણ દરખાસ્ત સ્વીકારવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે.
માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે કેટલીક બેંક રજાઓ દેશભરમાં હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ હશે, એટલે કે, રાજ્યમાં ઉજવાતા તહેવાર અનુસાર. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023માં ઘણા તહેવારો છે, જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે.
આજના ડિજિટલ સમયમાં, ઘણા લોકો તેમનું બેંકિંગ કામકાજ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે, જ્યારે બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહેતી હોય છે. હવે આ નવા પ્રસ્તાવને કારણે લોકો પાસે વીકએન્ડમાં તેમની બેંકોમાં જવાનો વિકલ્પ નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp