26th January selfie contest

BharatPeના કેસ મુદ્દે દિલ્હી HCએ અશનીર ગ્રોવરને આપી આ મોટી સલાહ

PC: khabarchhe.com

દિલ્હી હાઇ કોર્ટે પેમેન્ટ એપ BharatPeના સહ સંસ્થાપક અશનીર ગ્રોવરને સલાહ આપી કે તેઓ એકબીજા પ્રત્યે વિનમ્ર રહે. અશનીર ગ્રોવર હવે કંપનીથી અલગ થઇ ચૂક્યા છે. ન્યાયાધીશ નવીન ચાવલાએ પૂર્વ મેનેજમેન્ટ ડિરેક્ટર (MD) અશનીર ગ્રોવર અને તેમના પરિવારના સભ્યોને માનહાનિકારક નિવેદન આપતા રોકવા માટે BharatPe તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું. તેની સાથે જ કોર્ટે અલગ અલગ પક્ષોના વકીલોને પોત પોતાના ગ્રાહકોને પરામર્શ આપવા કહ્યું.

વાદી કંપની તરફથી વરિષ્ઠ એડવોકેટે કહ્યું કે, અશનીર ગ્રોવરનો કેસ લંબિત થવા છતા તેઓ આપત્તિજનક નિવેદન આપી રહ્યા છે. તેના પર અશનીર ગ્રોવરના વકીલે કહ્યું કે, બંને તરફથી છિંતાકાશી, આરોપ અને માનહાનિ કરવામાં આવી છે અને દાવો કર્યો કે વાદી તરફથી અહીં સુધીની જાણકારી લીક કરવામાં આવી રહી છે. કોર્ટે ટિપ્પણી કરી કે, વાસ્તવમાં સોશિયલ મીડિયાના કારણે આ સ્થિતિ થઇ છે. અમે અહી શું કરી રહ્યા છીએ? બંનેએ એક બીજા પ્રત્યે વિનમ્રતા રાખવી જોઇએ. તમે અલગ થઇ ચૂક્યા છો, કેસ પર પક્ષ રાખો.

કોર્ટે અશનીર ગ્રોવરના વકીલને કહ્યું કે, તેમને (અશનીર ગ્રોવરને) સલાહ આપો. જો કંઇક છે તો તમે માનનીય (રાજીવ નાયર જે BharatPe તરફથી રજૂ થયા હતા)ને કહો કે તેમના ગ્રાહકે એમ કહ્યું છે. તેઓ પોતાના ગ્રાહકને સલાહ આપશે. અશનીર ગ્રોવરના વકીલે કહ્યું કે, તેમના ગ્રાહકે મધ્યસ્થતા માટે અરજી દાખલ કરી છે અને કંપની દ્વારા પોતાના અધિકારિઓના સમર્થન હેતુ કથિત માનહાનિનો કેસ દાખલ કરી શકાય છે, જ્યારે તેમણે હંમેશાં કંપનીના વખાણ કર્યા છે.

ન્યાયાધીશ નવીન ચલાએ અશનીર ગ્રોવર અને બચાવ પક્ષને BharatPe દ્વારા દાખલ કરવામાં આવેલી મધ્યસ્થ અરજીઓ પર પોતાની પ્રતિક્રિયા નોંધાવવા માટે 3 અઠવાડિયાનો વધુ સમય આપ્યો છે. કોર્ટે અશનીર ગ્રોવર અને તેમની પત્ની દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર નોટિસ જાહેર કરી અને પક્ષકારોને કેસમાં લેખિત નિવેદન નોંધાવવા માટે કહ્યું. કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં આરોપીઓને સમન્સ મોકલ્યા હતા. સોમવારે સુનાવણી દરમિયાન BharatPe તરફથી વરિષ્ઠ એડવોકેટ રાજીવ નાયરે કોર્ટ સામે કહ્યું કે, ગ્રોવર કેસ દાખલ કર્યા છતાં ફીનટેક કંપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. ગ્રોવરે હાલમાં જ પબ્લિશ કરેલી પોતાની બૂકમાં કાયદાકીય વ્યવસાયની તુલના પરોસ્ટિટ્યુશન સાથે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp