ટામેટા 4 ગણા મોંઘા,1 કિલોનો ભાવ 120 રૂપિયા પર કેમ પહોંચી ગયો

PC: navbharattimes.indiatimes.com

હાલના સમયમાં સમગ્ર દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. આ સમયે ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે. રિટેલમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આ સિવાય જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને હવે 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

અચાનક પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાના ભાવ હવે બજારમાં 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. છેલ્લા 4 થી 5 દિવસમાં ટામેટાના ભાવમાં 4 ગણો વધારો થયો છે. ટામેટાંની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ટામેટાંમાં થયેલા ભાવ વધારાના ઘણા બધા કારણો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદની મોસમ આવવામાં વિલંબ અને વધુ પડતી ગરમીના કારણે ટામેટાંના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ખેતી પ્રત્યે ખેડૂતોના ઘટતા રસની અસર પાક અને તેના ભાવ પર પણ જોવા મળી રહી છે.

જો દિલ્હીની આઝાદપુર અનાજ બજારની વાત કરીએ તો અહીંના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું કે, છેલ્લા 2 દિવસમાં ટામેટાંની કિંમત બમણી થઈ ગઈ છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટામેટાંનો પુરવઠો ઘટ્યો છે, જેના કારણે તેના ભાવ પણ વધી રહ્યા છે.

વધુ માહિતી આપતાં ટમેટાના વેપારી અશોક ગણોરે જણાવ્યું કે, આ સમયે અમે બેંગલુરુથી ટામેટાં લઈ રહ્યા છીએ. તાજેતરના વરસાદને કારણે ટામેટાના અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. આ નુકસાનને કારણે પણ ખેડૂતોએ ટામેટાની ખેતી કરવાનું ઓછું કરી નાખ્યું છે. આ સિવાય ઘણા ખેડૂતોએ તો આ જ કારણોસર ટામેટાની ખેતી કરવાનું બંધ જ કરી દીધું છે.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તમિલનાડુ, કેરળ, જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ દેશના સૌથી ઓછા ટમેટા ઉત્પાદક રાજ્યો છે. તેઓ પુરવઠા માટે વધુ ઉત્પાદન કરતા રાજ્યો પર આધાર રાખતા હોય છે. સરકારી આંકડા અનુસાર, દેશમાં વાર્ષિક આશરે 19.7 મિલિયન ટન ટામેટાંનું ઉત્પાદન થાય છે, જ્યારે વપરાશ લગભગ 11.5 મિલિયન ટન થતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp