FD ધારકોને મોટો ફટકો, TDSના નવા નિયમથી થશે નુકસાન

જો તમે પણ ફિક્સ ડિપોઝિટથી કમાણી કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટથી થતી કમાણી હવે ઘટી શકે છે. FDને સામાન્ય રીતે સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ટેક્સ કપાત બાદ તમારો આ નફો ઓછો થઇ શકે છે. જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે આ માટે શું છે નિયમ...

ધરી લો કે તમને ફિક્સ્ડ અથવા ટર્મ ડિપોઝિટ પર 7 અથવા 8 ટકા વળતર મળી રહ્યું છે. તો હવે TDSનો નવો નિયમ આવ્યા બાદ તમારું વળતર ઘટી જશે.

અમિત ગુપ્તા, MD, SAG ઇન્ફોટેકના જણાવ્યા અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટથી તમને થયેલી આવક, એટલે કે તમારા રિટર્નમાંથી મળેલી આવક પર TDS એટલે કે 10% ટેક્સ ડિડક્શન સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. આ ટેક્સ કપાત વ્યક્તિની કુલ આવક અને ટેક્સ સ્લેબના હિસાબે કાપવામાં આવશે. બીજી તરફ, જે લોકો ઉચ્ચ ટેક્સ સ્લેબના વર્તુળમાં આવે છે, તેઓ આવકવેરા ફાઇલિંગ દરમિયાન આ ટેક્સ કપાતનો દાવો કરી શકતા નથી.

ફંડ્સ ઈન્ડિયાના મે મહિનાના રિપોર્ટ પ્રમાણે, SBI, PNB, HDFC અને ICICI બેંકો 6 મહિનાની થાપણો પર સરેરાશ 5% વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે, ટેક્સ કપાત પછી, તે 3.49% થઈ રહ્યો છે. એ જ રીતે 5 વર્ષની ડિપોઝીટ પર 6.75% વ્યાજ મળતું હતું. જે હવે ટેક્સ કપાત બાદ 4.9% થઈ ગઈ છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેના પર બેંક કે બજાર ડૂબવાની કોઈ અસર નથી. આમાં, તમારા પૈસા મર્યાદિત સમય માટે સુરક્ષિત રહે છે. જ્યારે, જો જરૂરી હોય તો તમે આ પૈસા ઉપાડી પણ શકો છો.

જો તમારી આખા વર્ષની આવક રૂ. 5 લાખ છે. જો તમારી આવક રૂ.1500/-થી ઓછી હોય તો તમે ફોર્મ 15G/15H સબમિટ કરી શકો છો. જેથી તમારી આવક ટેક્સના દાયરામાં આવતી ન હોવાને કારણે બેંક કોઈપણ TDS કાપે નહીં.

તમે તમારી FD બેંકને બદલે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ FDમાં કોઈ TDS કાપવામાં આવતો નથી.

તમે તમારા પરિવારના સભ્યો જેવા કે પત્ની, માતા-પિતા વગેરેના નામે રોકાણ કરી શકો છો. વ્યક્તિના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર તેમના ટેક્સ સ્લેબના આધારે કર લાદવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે FDમાં રૂ.300,000 રોકાણ કરવા માંગો છો જે 10% વ્યાજ આપે છે, તો વ્યાજ રૂ.30000 થશે અને રૂ.3000 TDS કાપવામાં આવશે. હવે આ સમગ્ર રકમ તમારા નામે જમા કરાવવાને બદલે તમે રૂ.75,000 તમે તમારા પિતા, તમારી માતા, તમારા જીવનસાથી અને તમારા નામ પર જમા કરાવી શકો છો (જે મળીને રૂ. 3 લાખ થશે), એક ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ રૂ.7500 થશે. જે રૂ.10,000ની મર્યાદાથી નીચે છે, તેથી તેના પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. પરંતુ આમ કરવાથી, આવકવેરા વિભાગ આવકવેરા અધિનિયમ, 1961ની ક્લબિંગ જોગવાઈ હેઠળ તમારા જીવનસાથી/પરિવારના સભ્યોની આવકને તમારી આવક સાથે ક્લબ કરી શકે છે. આ કરતા પહેલા CAની સલાહ લેવી જોઈએ.

જો તમે વિવિધ શાખાઓ અને બેંકોમાં FD ખોલો છો, તો તમે આના દ્વારા ટેક્સ બચાવી અથવા ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે રૂ.20,0000નું રોકાણ કરો છો. રોકાણ કરવા માંગો છો અને વ્યાજ દર 10% છે, તમને રૂ.20000નું વ્યાજ મળશે. કારણ કે આ રકમ રૂ.10000થી વધુ છે, તો બેંક તેના પર TDS કાપશે. પરંતુ જો તમે 3 અલગ-અલગ બેંકોમાં FD કરાવો છો, તો તમને દરેક બેંકમાં 3333 વ્યાજ મળશે. કારણ કે દરેક રકમ (રૂ. 3333) રૂ.10000ની મર્યાદા કરતાં ઓછી છે, તેથી બેંક તેના પર TDS કાપશે નહીં.

તમે વર્ષના યોગ્ય સમયે રોકાણ કરી શકો છો. જો તમે નાણાકીય વર્ષના અંતમાં અથવા વર્ષના મધ્યમાં FD કરાવો છો, તો TDS બે વર્ષમાં ફેલાઈ જશે. તેમાંથી તે વર્ષનું વ્યાજ રૂ.10,000 કરતાં ઓછું હશે અને આવા કિસ્સામાં કોઈ TDS કાપવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.