બાબા રામદેવની કંપનીના શેરમાં કડાકા કેમ બોલી રહ્યા છે

શેર બજારમાં થોડા દિવસોથી ઉથલ પાથલનો માહોલ છે. આ દરમિયાન યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સનો શેર પણ ધરાશાયી નજરે પડી રહી છે. સપ્તાહ પહેલા કારોબારી દિવસ સોમવારે લાલ રંગમાં બંધ આવ્યું સાથે સાથે બાબા રામદેવનો શેર 1.38 ટકા તુટીને 886 રૂપિયાના લેવલ પર બંધ આવ્યો. દિવસના કારોબાર દરમિયાન 853.50 રૂપિયા સુધી તુટી ગયો હતો.

સોમવારે શેર બજારમાં કારોબારની શરૂઆત સાથે જ બાબા રામદેવની કંપની પતંજલી ફૂડ્સનો શેર કડાકા સાથે ખુલ્યો અને પછી થોડા સમયમાં 853.50 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. આ સ્ટોકનું 52 વીકનું ઓલ ટાઇમ લેવલ 714.50 રૂપિયા છે. જ્યાં ગયા વર્ષે બાબા રામદેવના આ શેરમાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે, આ વર્ષે સતત આ શેરમાં નબળાઇ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર 2022માં તેણે 1495 રૂપિયાનું ઉચ્ચ સ્તર ટચ કર્યું હતું.

પતંજલી ફૂડ્સના શેરમાં કડાકા પાછળના કારણોની વાત કરીએ તો થોડા દિવસોથી સ્ટોક એક્સચેન્જે કંપનીના પ્રમોટર ગ્રુપ એંટિટીઝના 29.258 કરોડના શેરોને ફ્રીઝ કરી દીધા હતા. નક્કી સમય સુધી મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોને પૂરા કરવામાં નિષ્ફળ રહવા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. SEBI દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, શેર બજારમાં લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેર હોલ્ડિંગ હોવી જરૂરી છે. જ્યારે, 2019માં રિઝોસ્યુશન પ્લાન લાગૂ થયા બાદ તેમાં પબ્લિક શેર હોલ્ડિંગ ઘટીને 1:1 ટકા રહી ગઇ હતી.

તે સિવાય પતંજલિ ફૂડ્સ તરફથી આવેલા એક અન્ય નિવેદનથી પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડ્યો અને કંપનીના સ્ટોક્સ વેચવાની હોડ લાગી ગઇ છે. કંપની તરફથી આ ખબરોને નકારી કાઢવામાં આવી છે, જેમાં પ્રમોટર હોલ્ડિંગ્સ ઓછી કરવા માટે એક અન્ય ફોલો ઓન પબ્લિક ઓફર લાવવાની તૈયારી કરવાની વાત કરવામાં આવી રહી હતી. કંપની અનુસાર, પતંજલિ ફૂડ્સ FPO લાવવા પર કોઇ વિચાર કરવામાં નથી આવી રહ્યો. નિવેદનમાં કહેવાઇ રહ્યું છે કે, રોકાણકારો અને શેરહોલ્ડર્સે એ રીતની કોઇપણ ખબર પર વિશ્વાસ ન કરવો.

પતંજલિનું નિવેદન સ્ટોક એક્સચેન્જોની કાર્યવાહી પછી સામે આવ્યું છે. પતંજલિ ફૂડ્સ ખાદ્ય તેલ બનાવનારી દેશની પ્રમુખ કંપની છે. આ પહેલા રૂચિ સોયા ઇન્ડસ્ટ્રિઝના નામથી ઓળખવામાં આવતી હતી. ભલે આ વિષયમાં શેર કડાકાની સાથે કારોબાર કરી રહ્યો છે, પણ લોન્ગ ટર્મમાં આ સ્ટોકનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સપ્ટેમ્બર, 2017માં તેની કિંમત લગભગ 26 રૂપિયા પર હતી, પણ ત્રણ વર્ષની અંદર સપ્ટેમ્બર, 2020 સુધી આ શેર 613 રૂપિયા પર અને સપ્ટેમ્બર, 2022માં 1495 રૂપિયાના શિખર પર પહોંચી ગયો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.