BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

PC: patrika.com

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp