અદાણી ગ્રુપના શેર 80% તૂટ્યા બાદ ખરીદવા કે દૂર રહેવુ? જાણો એક્સપર્ટ્સ શું કહે છે

PC: livemint.com

અદાણી ગ્રુપના શેરોની કિંમત છેલ્લા એક મહિનામાં 30-80 ટકા સુધી તૂટી ચૂક્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ રોકાણકારોનો ભરોસો અત્યારે ડગમગી ગયો છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, નવી દિલ્હી ટેલિવિઝન (NDTV), અદાણી પાવર અને અદાણી વિલ્મર પણ પોતાના વર્ષના અત્યાર સુધીના ઉચ્ચ સ્તરથી અત્યાર સુધી 55 ટકાથી 80 ટકા વચ્ચે તૂટી ચૂક્યા છે તો શું આ શેરોને ખરીદવાનો આ જ યોગ્ય સમય છે?

24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપની કંપની દ્વારા વર્ષોથી અલગ-અલગ પ્રકારની છેતરપિંડી અને ખાતાઓમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોને ભારે વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે. અદાણી ગેસ એક મહિનામાં 4000 રૂપિયાથી 791.35 રૂપિયા પર આવી ગયા છે. અદાણી ગ્રીન એનર્જી 2009.05 રૂપિયાથી 512.10 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન 2799.05 રૂપિયાથી 749.75 રૂપિયા.

અદાણી એન્ટરપ્રાઇઝીસ 3508 રૂપિયાથી 1382.65 રૂપિયા સુધી નીચે આવી ગયા છે. અદાણી પાવર 279.30 રૂપિયાથી 154.35 રૂપિયા અને અંબુજા સિમેન્ટ 518.70 રૂપિયાથી 336.90 રૂપિયા સુધી ઘટી ગયા છે. અદાણી વિલ્મર પણ 573.65 રૂપિયાથી તૂટીને 374.30 રૂપિયા પર છે. અદાણી પોર્ટ્સ 778.35 રૂપિયાથી 551.85 અને AC 2364 રૂપિયાથી 1725.55 રૂપિયા પર છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડાથી પાવર ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. એક મહિનામાં આ ઇન્ડેક્સ લગભગ 25 ટકા તૂટી ગયા છે.

BSE પાવર ઇન્ડેક્સ 23 ફેબ્રુઆરી 2023એ ઘટીને 3298.27 પર આવી ગયા, જે 24 જાન્યુઆરી 2023ના રોજ 4465.88 હતા. અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશને મળીને પાવર ઇન્ડેક્સમાં 25 ટકાથી વધુ વેટેજ રાખ્યું. એક ન્યૂઝ પૉર્ટલ સાથે વાતચીત કરતા ફિસડમના રિસર્ચના હેડ નીરવ કરકેરાએ કહ્યું કે, રોકાણકારોએ વધુ સતર્ક રહેવું જોઇએ. અત્યારે હિંડનબર્ગના આરોપોની હકીકત આવવાની બાકી છે અને જો આરોપ સાચા સાબિત થાય છે, શેરોના ભાવ હજુ વધારે ઘટશે. જો કે કંપનીના ફન્ડામેન્ટલના આધાર પર અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર અને અંબુજા સિમેન્ટ્સ પર દાવ લગાવવાનું સારું સમજ્યું.

અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીના નેટવર્થમાં ભારે ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલેનેયર ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી સરકીને 29માં નંબરે પહોંચી ગયા. હાલમાં તેમની સંપત્તિ માત્ર 41.5 બિલિયન ડોલર બચી છે, જ્યારે આજથી બરાબર એક મહિના પહેલા તેઓ ચોથા નંબરે હતા. સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણીની નેટવર્થ ઝડપથી વધતા 150 અબજ ડોલર પર જઇ પહોંચી હતી. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ 7 મુખ્ય કંપનીઓ 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. જો કે, આ દાવો એક મહિના પહેલા કોઇને પચી રહ્યો નહતો, પરંતુ કથિત દાવા મુજબ અદાણી ગ્રુપણના શેર 24 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી વચ્ચે 85 ટકાથી વધુ ઘટી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp