ટ્યૂશન ક્લાસ હવે શેર સટ્ટામાં અજમાવશે નસીબ, આકાશનો આઇપીઓ

PC: officechai.com

એડટેક કંપની Byju’s આવતા વર્ષના મધ્ય સુધી આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડના પ્રારંભિક સાર્વજનિક નિગમ (IPO) લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. આકાશ એજ્યુકેશન પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરાવે છે. Byju’sએ એક નિવેદનમાં કહ્યું કે, આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (AESL) ની આવક નાણાકીય વર્ષ 2023-24માં 4000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. આ દરમિયાન પરિચાલન લાભ 900 કરોડ રૂપિયા રહી શકે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, Byju’s પોતાની સહાયક આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડના IPO આવતા વર્ષના મધ્યમાં રજૂ કરશે.

Byju’s ના બોર્ડે IPO માટે પોતાની આધિકારીક મંજૂરી આપી દીધી છે. Byju’s એ એપ્રિલ 2021માં આશરે 95 કરોડ અમેરિકી ડૉલર અથવા લગભગ 7100 કરોડ રૂપિયામાં AESLનું અધિગ્રહણ કર્યું હતું. અધિગ્રહણ બાદ આકાશની આવક છેલ્લાં બે વર્ષોમાં ત્રણ ગણી વધી છે. આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ દેશની સૌથી મોટી કોચિંગ સંસ્થાઓ પૈકી એક છે. અહીં, એન્જિનિયરીંગ અને મેડિકલ સ્ટુડન્ટ્સને ટેસ્ટની તૈયારી કરાવવામાં આવે છે. કંપનીનો દાવો છે કે, સમગ્ર દેશમાં આકાશના 325 કરતા વધુ સેન્ટર છે, જેમા 4 લાખ કરતા પણ વધુ બાળકો રજિસ્ટર્ડ છે. કંપની તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, આકાશના IPO માટે મળેલા પૈસાનો ઉપયોગ આકાશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પોતાની પહોંચ અપાવનારી ગતિવિધિઓ માટે કરવામાં આવશે.

જણાવી દઈએ કે, સરકાર સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડિયન રિન્યૂએબલ ડેવલપમેન્ટ એજન્સી (ઇરડા) નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. મળતી જાણકારી અનુસાર, સરકાર ઇરડાના આરંભિક સાર્વજનિક નિગમ (IPO) માટે સપ્ટેમ્બર સુધી દસ્તાવેજો જમા કરાવી શકે છે. નિવેશ તેમજ લોક સંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ)ના સચિવ તુહિન કાંત પાંડેય એ આ જાણકારી આપી છે. પાંડેયે કહ્યું, અમે મર્ચન્ટ બેંકરોની નિયુક્તિ કરી છે અને તેઓ મૂલ્યાંકનની સાથે આગળ વધશે. અમે ત્રણ-ચાર મહિનામાં દસ્તાવેજો જમા કરાવી શકીશું.

નવીન તેમજ નવીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઈ) અંતર્ગત સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમ ઇરડા નવીકરણીય ઉર્જા અને ઉર્જા દક્ષતા પરિયોજનાઓ માટે વિત્તપોષણ ઉપલબ્ધ કરાવે છે. મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ (CCEA) એ ગત મહિને સરકારની કેટલીક હિસ્સેદારી વેચીને ઇરડાની સૂચીબદ્ધતાને મંજૂરી આપી દીધી હતી. સરકાર નવા શેર જાહેર કરી ઇરડા માટે ધન ભેગુ કરવા માંગે છે. ઇરડા ગેર-બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) છે. માર્ચ, 2022માં સરકારે ઇરડામાં 1500 કરોડ રૂપિયાનું પૂંજી નિવેશ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ પોતાનો સૌથી ઊંચો 865 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp