1 km રસ્તો બનાવવા 18 કરોડ ખર્ચ થવાનો હતો 250 કરોડની મંજૂરી આપી દીધી: CAG રિપોર્ટ

PC: hindi.pardaphash.com

દેશના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે એક મોટી 'ગેમ' ખુલ્લી પાડી છે. આ ગેમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ રમત 'ભારતમાલા પ્રોજેક્ટ (BPP-1)ના તબક્કા-1માં યોજાઈ છે. તાજેતરમાં, કેગે સંસદમાં આ પ્રોજેક્ટ અંગે પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, સરકારે પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયાના બાંધકામ ખર્ચ સાથે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી. જોકે, NHAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ કિમી રૂ. 250.77 કરોડના બાંધકામ ખર્ચને મંજૂરી આપી હતી. આ સાથે આ પ્રોજેક્ટની કિંમત 7,287.29 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

દિલ્હીથી ગુડગાંવ જવામાં સરળતા રહે તે માટે દ્વારકા એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ માટે NH-48નો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર લગભગ દરેક સમયે વાહનોનું ઘણું દબાણ રહેતું હોય છે. આ માટે હરિયાણા સરકારે NHAIને તેના રાજ્યમાં મફત જમીન આપી છે. હરિયાણા સરકાર દ્વારા 90 મીટર પહોળી જમીનના માર્ગનો અધિકાર મફતમાં આપવામાં આવ્યો છે. આટલી જમીનમાં 14 લેનનો હાઇવે આરામથી બનાવી શકાય છે. હાઈવે મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, 14 લેન રોડ બનાવવા માટે 70 થી 75 મીટર પહોળી જમીન પૂરતી છે.

CAGના રિપોર્ટ અનુસાર, CCEAએ ભારતમાલા પ્રોજેક્ટને લીલી ઝંડી આપતાં પ્રતિ કિલોમીટર 18.2 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કર્યો હતો. પરંતુ ત્યાર પછી, NHAIના બોર્ડે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટની સિવિલ કોસ્ટ વધારીને રૂ. 7287.3 કરોડ કરી. મતલબ કે પ્રતિ કિલોમીટર રોડ બનાવવાનો ખર્ચ 251 કરોડ રૂપિયા થઈ ગયો છે.

CAGનું કહેવું છે કે, હરિયાણામાં દ્વારકા એક્સપ્રેસ વેનો હિસ્સો લગભગ 19 Km છે, ત્યાં રોડ પર આઠ લેનનો એલિવેટેડ મુખ્ય કેરેજવે અને છ લેનનો ગ્રેડ રોડ હશે. જ્યારે હરિયાણા સરકારે NHAIને 90 મીટર પહોળી જમીન મફતમાં આપી છે, તો પછી ત્યાં એલિવેટેડ રોડ કેમ બનાવવામાં આવી રહ્યો છે. આટલી જમીનમાં 14 લેનનો રોડ આરામથી બની શક્યો હોત. CAG કહે છે કે, પ્રોજેક્ટની કિંમત એટલા માટે વધી ગઈ છે, કારણ કે ત્યાં મોટા પાયે બાંધકામો થઈ રહ્યા છે.

NHAIના અધિકૃત સૂત્રોનું કહેવું છે કે, કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પ્રતિ કિલોમીટર સિવિલ કોસ્ટ ફોર લેન રોડ માટે છે. દ્વારકા એક્સપ્રેસ વે 14 લેનનો બની રહ્યો છે. તેમાં આઠ લેનનો એક્સેસ કંટ્રોલ્ડ રોડ અને છ લેનનો સર્વિસ રોડ છે. એક્સેસ કંટ્રોલ્ડ રોડનો મોટા ભાગનો ભાગ એલિવેટેડ છે. જેના કારણે પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો છે. આ વધેલા ખર્ચને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાણાં મંત્રાલય અને નીતિ આયોગની મંજૂરી પણ મળી ગઈ છે.

તેમનું કહેવું છે કે, આગામી દિવસોમાં દિલ્હી અને ગુડગાંવ વચ્ચે ટ્રાફિકમાં ભારે વધારો થશે. દિલ્હી-ગુડગાંવ વચ્ચે બનેલો આઠ લેનનો એક્સપ્રેસ વે પૂરો થયાના પાંચ વર્ષ પછી જ ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો. તે જગ્યાએ જ્યાં ત્યાં ટ્રાફિક જામની સમસ્યા થતી રહે છે. જ્યારે કોઈ નવો હાઇવે બનાવવામાં આવે છે, ત્યારે તેનું આયોજન આગામી 10 થી 15 વર્ષની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે એક્સપ્રેસ વે બનાવવામાં આવે છે ત્યારે આગામી 35 થી 40 વર્ષની માંગને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ભવિષ્ય માટે બાંધકામ થશે ત્યારે રોકાણ પણ તે મુજબ વધારવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp