મોટો નિર્ણય,કેન્દ્ર સરકાર બે કંપનીઓમાં હિસ્સો વેચશે, એકની પ્રોસેસ આજથી જ શરૂ

મોદી સરકાર દ્વારા બે કંપનીઓના ખાનગીકરણ પર કામ ચાલી રહ્યું છે. સરકારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) માં તેનો 5.36 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સરકારી તિજોરીને રૂ. 1,329.90 કરોડ મળવાની ધારણા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે,  એ ટ્વિટર પર લખ્યું છે કે, RVNL માં નોન-રિટેલ રોકાણકારો માટે ઑફર આજથી શરૂ થાય છે.

રિટેલ રોકાણકારો શુક્રવારથી આ માટે બિડ કરી શકે છે. સરકારે ઓફર ફોર સેલમાં 5.36 ટકા હિસ્સો નક્કી કર્યો છે. ઉંચી બિડના કિસ્સામાં વધારાના 1.96 ટકા હિસ્સાના ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીએ શેરબજારને જાણ કરી હતી કે વેચાણ માટેની પ્રસ્તાવિત ઓફરમાં RVNLના 70,890,683 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ 3.40 ટકા હિસ્સાની બરાબર છે. વધારાના 40,866,394 ઇક્વિટી શેર વેચવાનો વિકલ્પ પણ છે. આ કુલ  ઇશ્યૂ અને પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 1.96 ટકા છે.

કુલ મળીને, 11.17 કરોડ શેર ઓફર કરવામાં આવશે, જે શેર દીઠ રૂ. 119ના ફ્લોર પ્રાઇસના આધારે તિજોરીમાં રૂ. 1,329.90 કરોડ મેળવવાની અપેક્ષા છે. બીજી તરફ, મોદી સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા Bharat Earth Movers Limited  (BEM)Lનું પણ ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે.

સ્થાનિક રાજ્ય સરકાર પાસેથી જમીન ટ્રાન્સફર પૂર્ણ કરવા માટે અંતિમ મંજૂરીમાં વિલંબ થવાને કારણે હાલમાં BEMLના ખાનગીકરણની પ્રક્રિયા અટકી પડી છે. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર BEMLમાં તેનો 26 ટકા હિસ્સો ઘટાડવાનું વિચારી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાનગીકરણનું કામ પુરુ કરવામાં આવશે. હાલના સમયમાં સરકાર પાસે કુલ 54 ટકા હિસ્સેદારી છે. આ વેચાણથી હાલના શેર મૂલ્ય મુજબ સરકારને 232.5 મિલિયન ડોલર ( 1900 કરોડ રૂપિયા) મળી શકે છે. નાણાકીય વર્ષ 2024માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 510 બિલિયન એકત્ર કરવાની યોજનાને વેગ મળશે.

રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરનો ભાવ શુક્રવારે 4 ટકા જેટલો ઘટીને બંધ રહ્યો હતો. શુક્રવારે  BSE પર RVNLનો શેર ઉંચામાં 123 પર ગયો હતો અને નીચામાં 119.75 સુધી ગયા પછી  120.95 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો સૌથા ઉંચો ભાવ 146.65 રૂપિયા છે અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 30.55 રૂપિયા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.