મોટો નિર્ણય,કેન્દ્ર સરકાર બે કંપનીઓમાં હિસ્સો વેચશે, એકની પ્રોસેસ આજથી જ શરૂ

મોદી સરકાર દ્વારા બે કંપનીઓના ખાનગીકરણ પર કામ ચાલી રહ્યું છે. સરકારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) માં તેનો 5.36 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ સાથે સરકારી તિજોરીને રૂ. 1,329.90 કરોડ મળવાની ધારણા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે, એ ટ્વિટર પર લખ્યું છે કે, RVNL માં નોન-રિટેલ રોકાણકારો માટે ઑફર આજથી શરૂ થાય છે.
રિટેલ રોકાણકારો શુક્રવારથી આ માટે બિડ કરી શકે છે. સરકારે ઓફર ફોર સેલમાં 5.36 ટકા હિસ્સો નક્કી કર્યો છે. ઉંચી બિડના કિસ્સામાં વધારાના 1.96 ટકા હિસ્સાના ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીએ શેરબજારને જાણ કરી હતી કે વેચાણ માટેની પ્રસ્તાવિત ઓફરમાં RVNLના 70,890,683 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ 3.40 ટકા હિસ્સાની બરાબર છે. વધારાના 40,866,394 ઇક્વિટી શેર વેચવાનો વિકલ્પ પણ છે. આ કુલ ઇશ્યૂ અને પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 1.96 ટકા છે.
કુલ મળીને, 11.17 કરોડ શેર ઓફર કરવામાં આવશે, જે શેર દીઠ રૂ. 119ના ફ્લોર પ્રાઇસના આધારે તિજોરીમાં રૂ. 1,329.90 કરોડ મેળવવાની અપેક્ષા છે. બીજી તરફ, મોદી સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા Bharat Earth Movers Limited (BEM)Lનું પણ ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે.
સ્થાનિક રાજ્ય સરકાર પાસેથી જમીન ટ્રાન્સફર પૂર્ણ કરવા માટે અંતિમ મંજૂરીમાં વિલંબ થવાને કારણે હાલમાં BEMLના ખાનગીકરણની પ્રક્રિયા અટકી પડી છે. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર BEMLમાં તેનો 26 ટકા હિસ્સો ઘટાડવાનું વિચારી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાનગીકરણનું કામ પુરુ કરવામાં આવશે. હાલના સમયમાં સરકાર પાસે કુલ 54 ટકા હિસ્સેદારી છે. આ વેચાણથી હાલના શેર મૂલ્ય મુજબ સરકારને 232.5 મિલિયન ડોલર ( 1900 કરોડ રૂપિયા) મળી શકે છે. નાણાકીય વર્ષ 2024માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 510 બિલિયન એકત્ર કરવાની યોજનાને વેગ મળશે.
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરનો ભાવ શુક્રવારે 4 ટકા જેટલો ઘટીને બંધ રહ્યો હતો. શુક્રવારે BSE પર RVNLનો શેર ઉંચામાં 123 પર ગયો હતો અને નીચામાં 119.75 સુધી ગયા પછી 120.95 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો સૌથા ઉંચો ભાવ 146.65 રૂપિયા છે અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 30.55 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp