કોચિંગ ક્લાસના શિક્ષક અવધ ઓઝા બની ગયા AAP નેતા... જાણો કેટલી છે તેમની સંપત્તિ!

PC: x.com/ArvindKejriwal

મોટિવેશનલ સ્પીકર અને સેલિબ્રિટી ટીચર અવધ ઓઝા હવે માત્ર શિક્ષક જ નથી રહ્યા, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા બની ગયા છે. ઓનલાઈન કોચિંગ ભણાવતા ભણાવતા તેઓ એ હવે રાજકીય વમળમાં પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થીઓમાં ઓઝા સર તરીકે પ્રખ્યાત, અવધ ઓઝાની નેટ વર્થ વિશે વાત કરીએ તો, શિક્ષકમાંથી રાજકારણી બનેલા ઓઝા સર પાસે કરોડોની સંપત્તિ છે અને તેનો મોટો ભાગ કોચિંગ દ્વારા કમાયેલી આવક છે. આ સિવાય તે પોતાની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ ઘણી કમાણી કરે છે.

ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિદ્યાર્થીઓમાં ઓઝા સરના નામથી પ્રખ્યાત છે. UPSC કોચિંગ આપવા ઉપરાંત તેઓ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ઘણા જાણીતા છે. નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી એવા અવધ પ્રતાપ ઓઝાનું સપનું હતું કે, તેઓ UPSC પાસ કરે, પરંતુ એવું થઈ શક્યું નહીં, ત્યારપછી તેમણે કોચિંગ સેન્ટર શરૂ કરવાનો રસ્તો અપનાવ્યો. તેમની શીખવવાની શૈલીએ તેમને થોડા જ સમયમાં લોકપ્રિય બનાવી દીધા, જેમ જેમ તેમના કોચિંગ હેઠળ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો ગયો, તેમ તેમ અવધ ઓઝાની કમાણી પણ વધવા લાગી. રિપોર્ટ્સ અનુસાર, કોચિંગ શીખવતા શીખવતા હવે નેતા બનેલા અવધ ઓઝાની અંદાજિત નેટવર્થ લગભગ 11 કરોડ રૂપિયાની આસપાસ છે.

અવધ ઓઝાની નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો તેમના દ્વારા સંચાલિત કોચિંગ સેન્ટરોની આવકમાંથી આવે છે. જો તમે અવધ ઓઝા ક્લાસીસની વેબસાઈટ પર નજર નાખો તો UPSC GS ફાઉન્ડેશન કોર્સની ફી GST સાથે રૂ. 90,000 છે જો ઓનલાઈન જમા કરવામાં આવે અને જો ઓફલાઈન જમા કરવામાં આવે તો રૂ. 1,60,000 છે. કોચિંગ ઉપરાંત, અવધ ઓઝા તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ કમાણી કરે છે. જ્યારે મોટિવેશનલ સ્પીકર તરીકે તેઓ પ્રખ્યાત સેલિબ્રિટી ગણાય છે.

અવધ ઓઝાની માતા વ્યવસાયે વકીલ હતા, જ્યારે તેમના પિતા પોસ્ટમાસ્ટર હતા. અવધ ઓઝાનું સ્વપ્ન મોટા થઈને UPSC પાસ કરીને IAS ઓફિસર બનવાનું હતું. આ માટે તેણે સખત મહેનત પણ કરી હતી, પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે પ્રયાગરાજનો રસ્તો પકડ્યો. આ પછી તેમને UPSCની પરીક્ષાની તક મળી, પરંતુ તેમાં તેઓ સફળતા મેળવી શક્યા નહીં. UPSC ક્લીયર ન કરી શકયા પછી, તેમણે ક્યારેય નોકરી ન કરવાનો નિર્ણય લીધો અને બીજો રસ્તો પસંદ કર્યો.

આ રસ્તો હતો કોચિંગ શીખવવાનો, પહેલા તેમણે કોઈ બીજાના કોચિંગ સેન્ટરમાં ઈતિહાસ ભણાવ્યો અને પછી પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કર્યું. અવધ ઓઝાએ વર્ષ 2005માં દિલ્હીના મુખર્જી નગરમાં તેમનું પ્રથમ UPSC કોચિંગ સેન્ટર શરૂ કર્યું અને આ પછી તેમની લોકપ્રિયતા સતત વધતી રહી અને તેઓ શિક્ષણ ક્ષેત્રે એક પ્રખ્યાત શિક્ષક બની ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp