ડાયરેક્ટ સેલીંગ સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સ: સ્વ-રોજગારીની વિપુલ તકો
30 જાન્યુઆરી 2018- ડિપાર્ટમેન્ટ ઓફ ફુડ, સીવીલ સપ્લાય્સ, ગર્વન્મેન્ટ ઓફ ગુજરાત, અને ઈન્ડિયન ડાયરેક્ટ સેલીંગ એસોસીયેશન (આઈડીએસએ) એ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી)એ ડાયરેક્ટ સેલીંગ સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સનું ગાંધીનગર, ગુજરાત ખાતે 30મી જાન્યુઆરી ના રોજ આયોજન કર્યું હતું, જેથી ગુજરાતમાં ડાયરેક્ટ સેલીંગ માટે નિયમનકારી માળખાની જરૂરીયાત અને મહત્વને સમજી શકાય. શ્રીમતી સંગીતા સિંહ, આઈએએસ, એસીએસ, ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી, જેમાં ચાવીરૂપ ફાયનાન્સ, ઈન્ડસ્ટ્રી અને હોમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, ડો. જે.એન.સીંઘ સાથેના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
ગુજરાત રાજ્યએ રૂ.800 કરોડના ડાયરેક્ટ સેલીંગ સાથેનું મોટું બજાર છે જે આશરે 2 લાખ ડાયરેક્ટ સેલર્સને સ્વ-રોજગારીની તકો પુરી પાડે છે. આ ડાયરેક્ટ સેલર્સ આશરે 200 કરોડ રીટેલ માર્જીન અને કમીશનમાંથી કમાય છે અને આ ક્ષેત્ર ટેક્સમાં આશરે 100 કરોડ રૂપીયાનો ફાળો આપે છે.
આ કોન્ફરન્સમાં જુદા જુદા ક્ષેત્રના ભાગીદારો અને ઈન્ડસ્ટ્રી બોડીએ જેવી કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (સીઈઆરસી), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ), કન્ઝ્યુમર ફોરા, નેશનલ લો સ્કુલ યુનવર્સીટી, બેંગ્લોર તથા ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી(જીએનએલયુ) એ ભાગ લીધો હતો. બીજા મહત્વના પ્રતિનિધિઓ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડલ, એચ.કે.કોલેજ, અમદાવાદ અને ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલીંગ એસોસીયેશન હાજર રહ્યાં હતાં.
ભાગીદારોએ સ્ટેટ લેવલ ડાયરેક્ટ સેલીંગ માર્ગદર્શીકાની જરૂરીયાતની માંગ વિશે રજૂઆત કરી હતી, જેનો ડ્રાફ્ટ ફુડ, સીવીલ સપ્લાય્સ અને કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્રારા રજૂ કરવામાં આવ્યો હતો. સ્ટેકહોલ્ડર્સે ગ્રાહકો અને બીજા લાખો ડાયરેક્ટ સેલીંગ કરનારાને કેવી રીતે ફાયદો થશે તેના વિશે પણ વાત કરી હતી. સ્ટેટ ડાયરેક્ટ સેલીંગ ગાઈડલાઈન્સ ક્ષેત્રના ભાગીદારો અને ગ્રાહકો સાથે મળીને તૈયાર કરી અને નક્કી કરવામાં આવશે જેથી ગુજરાતના ડાયરેક્ટ સેલીંગ કરનારાઓ અને ગ્રાહકોને રાહત મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp