દેશના ભાગલા બંધ કરવા જોઇએ અને સાથે કામ કરવું જોઇએઃ નાદીર ગોદરેજ

PC: livemint.com

બિલિયોનેર ઇન્ડસ્ટ્રીયલીસ્ટ નાદીર ગોદરેજે કહ્યું કે, આપણે દેશના ભગલા બંધ કરવા પડશે. તેમણે સરકાર અને ઉદ્યોગ જગતને આ માટે કોશિશ કરવાની અપીલ કરી. નાદીર ગોદરેજ જાણીતી કંપની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે, અમારુ પ્રદર્શન આર્થિક મોર્ચે ઘણું સારું છે. ફાઇનાન્શિયલ એન્ક્લુઝન અને એજ્યુકેશન જેવા વેલફેર જેવા પગલા પણ ઉઠાવાઇ રહ્યા છે. દેશની એકતા માટે આપણે કામ કરવાની જરૂર છે.

આ સપ્તાહની શરૂઆતમાં એક બુક લોન્ચના મોકા પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મારું માનવું છે કે, દેશની એકતાને બનાવી રાખવાની કોશિશ કરવાની જરૂર છે અને દેશના ભગલા બંધ કરવા પડશે. મને લાગે છે કે, આ જરૂરી છે અને મને લાગે છે કે, સરકાર પણ આ વાત સમજે છે કે ગ્રોથ માટે આ જરૂરી છે. આપણે તેના પર ફોકસ કરવો પડશે.

ઇન્ડસ્ટ્રીએ પણ વધુ કોશિશ કરવાની જરૂર છે, આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, હા, બિલકુલ, ઇન્ડસ્ટ્રીઝે પણ જેટલું બને તેટલું ઇનક્લુઝિવ થવાની જરૂર છે અને સરકારને પણ આ વિશે વધારે કામ કરવાની જરૂર છે. ગોદરેજની આ ટિપ્પણીને મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે, સામાન્ય રીતે ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ સામાજિક અને રાજકીય વાતો પર બોલવાથી દૂર રહે છે.

આ પહેલા 2019માં દિવંગત ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે, બદલાની કાર્યવાહીના ડરથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ ખુલીને બોલવાથી બચે છે. નાદીર ગોદરેજના મોટા ભાઇ આદી ગોદરેજે પણ 2019માં કહ્યું હતું કે, વધતી અસહિષ્ણૂતા અને હેટ ક્રાઇમના કારણે ગ્રોથ પર ગંભીર અસર પડી શકે છે. આદી ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રહી ચૂક્યા છે.

નાદીર ગોદરેજે એક કવિતાના રૂપમાં પોતાની વાત સામે રાખી. આ કવિતામાં કેટલાક મુદ્દાને સામે લવાયા છે. તેમણે કહ્યું કે, તેઓ ચાહશે કે, લોકો ખુલીને પોતાની વાત કરે અને સરકારના લાંબા હાથ વિરોધ કરવા વાળી અવાજને દબાવી ન શકે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, અમને તેની ગુંજાઇશ બનાવવાની જરૂર છે કે, જેમાં લોકો ખુલીને બોલી શકે, જ્યાં વિચારોની જીત થાય, કારણ કે, તેઓ ખરા છે અને તેમની પાછળ કોઇ તાકાત નથી હોતી.

ગોદરેજે કહ્યું કે, આપણા વિચારો માનવતાવાદી હોવા જોઇએ. અમારા માટે ખુશીઓ મનાવવાના કેટલાક કારણો છે, પણ કેટલીક વખત અમને ડર લાગે છે કે, વાતો ખરી દિશામાં નથી જઇ રહી અને આપણે પાછળ જઇ રહ્યા છીએ. આપણને મજબૂત સંસ્થાઓની જરૂર છે. તેને બનાવવામાં લાંબો સમય લાગે છે, જ્યારે તેમને તોડવામાં સમય નથી લાગતો, બિઝનેસિઝને પણ આ સમજવું પડશે કે, ફક્ત પ્રોપિટ કમાવાનું આપણું લક્ષ્ય ન હોવું જોઇએ. આપણે સામાજિક અધિકાર અને આર્થિક ગ્રોથ માટે પણ કામ કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp