SBI અને HDFC બેંકે કરોડો ગ્રાહકો માટે બદલ્યા નિયમો, નહીં જાણશો તો થશે નુકસાન

જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અથવા HDFC બેંકમાં (HDFC Bank) છે અને તમારી પાસે સંબંધિત બેંકોનું ક્રેડિટ કાર્ડ પણ છે, તો આ સમાચાર તમારા કામના છે. જી હાં, બંને બેંકોએ 1 જાન્યુઆરી, 2023થી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરી દીધો છે. આ અંતર્ગત ગ્રાહકોને પહેલા કરતા વધુ લાભ અને સુવિધાઓ આપવાનો હેતુ છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર મળનારા રિવોર્ડ પોઈન્ટ પૉલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભાડા પર લાગતા ખર્ચના નિયમમાં પણ ફેરફાર

ગત દિવસોના ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ભરવા પર લાગતા ચાર્જના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને બેંકોએ 1 જાન્યુઆરી, 2023થી નવા નિયમો લાગુ કરી દીધા છે. પહેલા અમે તમને HDFC બેંકના નવા નિયમો સાથે જોડાયેલી જાણકારી આપીશું. બેંક તરફથી ક્રેડિટ કાર્ડ ફી અને રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. થર્ડ પાર્ટી મર્ચન્ટના માધ્યમથી ભાડાના પેમેન્ટ પર કુલ રકમની 1 ટકા રકમ આપવી પડશે. બેંકના જણાવ્યા મુજબ, ભાડાના પેમેન્ટના તમામ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળશે. શિક્ષણ સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળશે.

રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો

HDFCના કાર્ડથી, જો તમે કોઈ બીજા દેશમાં જઈને ભારતમાં સ્થિત કોઈ વેપારી અથવા ભારતીય ચલણમાં લેણદેણ કરો છો. પરંતુ તે વિદેશમાં રજિસ્ટર્ડ છે, તો એક ટકા ડાયનમિક અને સ્ટેટિક કન્વર્ઝન માર્કઅપ લેવામાં આવશે. હોટલ અને ટિકિટ બુકિંગ પર HDFCના તરફથી રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. SBI તરફથી પણ ક્રેડિટ કાર્ડ્સ પર મળનારા રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઓનલાઈન ખર્ચ પર 10ગણો રિવોર્ડ પોઈન્ટ

SBIના મુજબ, ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓનલાઈન શોપિંગ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. SBI કાર્ડના તરફથી BookMyShow, Cleartrip, Apollo 24X7, EazyDiner, Lenskart અને Netmeds પર ઑનલાઇન ખર્ચ પર 10 ગણા રિવોર્ડ પોઈન્ટ્સ આપવાનું શરૂ રાખશે. SBIના તરફથી પહેલા જ 15 નવેમ્બર 2022થી પ્રોસેસિંગ ફીના ચાર્જમાં રિવાઈ કરવામાં આવ્યુ છે. આ સિવાય તમામ મર્ચન્ટ EMI પર પ્રોસેસિંગ ફીને 199 રૂપિયા પ્લસ ટેક્સ કરી દેવામાં આવી છે. આ ચાર્જ પહેલા 99 રૂપિયા પ્લસ ટેક્સ હતો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.