કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે, છતા સસ્તું નહીં થાય પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ

PC: news18.com

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર હાલમાં લોકોને રાહત મળવાની સંભાવના દેખાઇ રહી નથી. પેટ્રોલિયમ કંપનીઓનો દાવો છે કે, કાચા તેલની કિંમતોમાં હાલના મહિનાઓમાં ઘટાડો થવા છતા તેમને અત્યાર પણ ઘરેલુ બજારમાં તેના વેચાણ પણ નુકસાન થઇ રહ્યું છે. કંપનીઓનું કહેવું માનીએ તો તેમને ડીઝલ પર 9 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઇ રહ્યું છે. તેની ભરપાઇ માટે પેટ્રોલિયમ મંત્રાલય પાસે 50 હજાર કરોડ રૂપિયાની વધારાની સબસિડી માગી છે.

પેટ્રોલિયમ મંત્રાલય પાસે આ રકમ 2022-23 માટે માગી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના ડેટા મુજબ, ડિસેમ્બર 2022માં ભારતીય તેલ કંપનીઓને 78.1 ડૉલર પ્રતિ બેરલના રેટ પર ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. જ્યારે નવેમ્બરમાં 87.55 ડૉલર, ઓક્ટોબરમાં 91.7 ડૉલર, સપ્ટેમ્બરમાં 90.71 ડૉલર, ઓગસ્ટમાં 97.4 ડૉલર, જુલાઇમાં 105.49 ડૉલર, જૂનમાં 116.01 ડૉલર, મેમાં 109.51 ડૉલર અને એપ્રિલ 2022માં 102.97 ડૉલર પ્રતિ બેરલના દર પર કાચા તેલની ખરીદી કરવામાં આવી હતી.

તેલ કંપનીઓએ છેલ્લી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં 6 એપ્રિલના રોજ વધારો કર્યો હતો. ત્યારબાદ લગભગ 9 મહિનામાં એક વખત પણ તેલ કંપનીઓએ તેની કિંમતોમાં વધારો કર્યો નથી. એવામાં જુલાઇ સુધી તો હકીકતમાં તેલ કંપનીઓને કાચા તેલની કિંમતમાં નુકસાન થતું નજરે પડી રહ્યું છે, પરંતુ ઑગસ્ટ 2022 બાદ ભારતે એપ્રિલ 2022ની તુલનામાં સસ્તા દર પર ક્રૂડની ખરીદી કરી છે. તેલ કંપનીઓના જણાવ્યા મુજબ, છેલ્લા 2 મહિનામાં પેટ્રોલના વેચાણમાં નફો થઇ રહ્યો છે, પરંતુ ડીઝલ પર અત્યારે પણ 9 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઇ રહ્યું છે.

વર્ષ 2022-23 દરમિયાન તેલ કંપનીને ખર્ચથી ઓછી કિંમત પર પેટ્રોલ અને ડીઝલ વેચવાથી 1.50 લાખ કરોડ રૂપિયાની અંડરરિકવરી થવાની આશંકા છે. તેની ભરપાઇ માટે જ સરકાર પાસે સબસિડી માગવામાં આવી રહી છે. સરકારે નવેમ્બર 2022માં કંપનીઓને LPGના વેચાણ પર થયેલા નુકસાનની ભરપાઇ માટે 22 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. હાલના દિવસોમાં ઇન્ટરનેશનલ બજારમાં પેટ્રો ઉત્પાદનોની કિંમતોમાં થયેલા વધારાના કારણે વિંડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારે ઘરેલુ પેટ્રો ઉત્પાદનોના ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ પર મળતા નફાના કારણે આ ટેક્સ વધાર્યો છે. ક્રૂડ પર વિંડફોલ ટેક્સનો નવો દર 1,700 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 2,100 રૂપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. ડીઝલ એક્સપોર્ટ પર વિંડફોલ ટેક્સને 5 રૂપિયાથી વધારીને 6.5રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. ATF નિકાસ પર ટેક્સનો દર 1.5 રૂપિયા પ્રતિ લીટર વધારીને 4.5 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp