iPhoneના આ મોડલને ખરીદવા ગ્રાહકો તુટી પડ્યા, હવે ડિલિવરી 2 મહિને મળશે

એપલના iPhone ખરીદવાનો ક્રેઝ ગ્રાહકોમાં હજુ એવો ને એવો જ છે. હજુ બે દિવસ પહેલા એક શાનદાન ઇવેન્ટમાં iPhone 15ની સીરિઝની જાહેરાત કરવામાં આવી હતી અને બુકિંગ ઓપન થયા તો ગ્રાહકોએ એવો જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો કે હવે મોબાઇલની ડિલીવરી મેળવવા માટે 2 મહિનાની રાહ જોવી પડશે.

તાજેતરમાં Appleએ iPhone 15 સીરિઝના મોડલ લૉન્ચ કર્યા છે અને એવું લાગે છે કે તે વૈશ્વિક સ્તરે Apple યૂઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.કંપનીએ iPhone 15 સીરિઝ માટે પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે અને ગ્રાહકો ફોન ખરીદવા માટે જાણે તુટી પડ્યા છે. આટલી મોટી માંગ જોઈને કંપની પોતે પણ આશ્ચર્યચકિત છે. Apple તેમને 22 સપ્ટેમ્બરથી શિપિંગ કરવાનું શરૂ કરશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે iPhone 15 Proની માંગ એટલી વધારે છે કે Appleએ શિપમેન્ટમાં 2 મહિનાનો વિલંબ કર્યો છે.

ભારતમાં iPhone 15ના પ્રો મેક્સ મોડલની ડિલીવરી 8 સપ્તાહ પછી મળશે.દુનિયાભરના યૂઝર્સોએ iPhone 15 Pro Maxના બુકીંગ કરાવ્યા છે, દરેક દેશમાં ડિલીવરીમાં વિલંબ થશે.

બુકીંગ ઓપન કરતાની સાથે જ iPhone 15 Pro અને और iPhone 15 Pro Maxનું એટલુ જબરદસ્ત બુંકિંગ થઇ રહ્યું છે કે કંપનીએ પણ આટલી ધારણા નહોતી રાખી, માર્ક ગુરમનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, iPhone 15 Pro Maxની ડિલવીરી ભારતમાં 8 સપ્તાહ,ચીનમાં 6થી 7 સપ્તાહ, UKમાં 7થી 8 સપ્તાહ અને કેનેડામાં 6થી સપ્તાહમાં ડીલીવરી મળશે.ભલે iPhone 15 Proની પ્રારંભિક કિંમત 1,34,900 રૂપિયા છે, છતા આ ફોન ખરીદવા માટે રીસતરની હોડ જામી છે.

iPhone 15 Proનું ઉત્પાદન એપલ માટે પડકારરૂપ છે. Appleએ iPhone 15 Pro અને 15 Pro Maxમાં ટાઇટેનિયમ ફ્રેમનો ઉપયોગ કર્યો છે. કંપની iPhonesની મેટાલિક ફ્રેમને કલર કરવા માટે એનોડાઇઝેશનનો ઉપયોગ કરે છે. જો કે, ટાઇટેનિયમને એનોડાઇઝ કરવું અત્યંત મુશ્કેલ છે કારણ કે તેને અત્યંત નિયંત્રિત વાતાવરણની જરૂર છે.

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, Apple હાલમાં ફક્ત ચીનમાં જ પ્રો મોડલ્સનું ઉત્પાદન કરે છે. તેથી, કંપની પાસે iPhone 15 Pro અને iPhone Pro Maxનું ઉત્પાદન વધારવા માટે અન્ય કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી. જો કે, નિયમિત iPhone મોડલ માટે, એપલ પાસે ભારત અને વિયેતનામમાં ફેક્ટરીઓ છે જેથી ઓર્ડર વધવાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.