આ કંપનીને ઇનકમ ટેક્સ વિભાગે એક નોટિસ મોકલી અને શેર ધડામ થઈ નીચે પડ્યો

PC: caltech.edu

ડેલ્ટા કોર્પના શેરોમાં 25 સપ્ટેમ્બરના રોજ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ (NSE) પર કંપનીના શેર સવારે લગભગ 09:45 વાગ્યે 20 ટકા તૂટીને 140 રૂપિયાના સ્તર પર આવી ગયા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના શેર 15 ટકા તૂટીને 157.75 ટકાના સ્તર પર આવી ગયા. આ બંને જ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેરોનું 52 અથવાડિયાનું નીચલું સ્તર છે. ઇનકમ ટેક્સ વિભાગે 22 સપ્ટેમ્બરના રોજ ડેલ્ટા કોર્પને 16,822 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ આપી હતી.

કેમ આપવામાં આવી નોટિસ?

ટેક્સ ડિપાર્ટમેન્ટ કંપનીને જુલાઇ 2017થી માર્ચ 2022ની અવધિ માટે આ નોટિસ પકડાવવામાં આવી છે. કંપનીને જેટલી રકમની નોટિસ મળી છે તે છેલ્લા એક દશકમાં તેના આવકના બેગણાથી વધારે અને 22 સપ્ટેમ્બરના રોજ બિઝનેસ બંધ થવા પર કંપનીની માર્કેટ કેપથી 3.5 ગણી છે. હાલના મહિનાઓમાં આ કંપનીને ત્રીજો ઝટકો છે. લગભગ 2 મહિના અગાઉ કંપનીએ ઓનલાઇન ગેમિંગ બિઝનેસના IPOને રોકી દીધો હતો. પછી એક મહિના બાદ કંપનીના CAFO હાર્દિક દેબારે રાજીનામું આપી દીધું અને હવે ટેક્સ નોટિસ. એક બાદ એક નેગેટિવ સમાચારોથી કંપનીના રોકાણકારોનો ભરોસો ઘટી રહ્યો છે.

બજાર ખૂલવાના અડધા કલાકની અંદર જ કંપનીની 700 કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાફ થઈ ગઈ હતી. કંપની આ ટેક્સ નોટિસ વિરુદ્ધ ફરિયાદ કરવાની તૈયારી કરી રહી છે. તેને શેર એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ડીપાર્ટમેન્ટે ગ્રોસ ગેમિંગ રેવેન્યૂ (કુલ અસલ કમાણી)ની જગ્યાએ (ગ્રોસ બેટ વેલ્યૂ) કુલ સટ્ટાવાળી રકમ પર ટેક્સ ગણ્યો છે. ટેક્સ ગણતરીની આ રીત લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીની પરેશાની બનેલી છે. આ બાબતે આખી ઇન્ડસ્ટ્રી ઘણી વખત સરકાર સામે પોતાની વાત રાખી ચૂકી છે.

કંપનીએ આગળ કહ્યું કે, ‘અમે આ બાબતે કાયદાકીય સલાહ લીધી છે. અમને જણાવવામાં આવ્યું છે કે, ‘આ ટેક્સ નોટિસ પૂરી રીતે મનમાનીપૂર્ણ છે અને કાયદા વિરુદ્ધ છે. કંપની આ ટેક્સ નોટિસ વિરુદ્ધ જરૂરી ઉપાય કરશે.’

ડેલ્ટા કોર્પ એક કસીનો કંપની છે. જૂનમાં સમાપ્ત થયેલી ત્રિમાસિકમાં કંપનીને વાર્ષિક આધાર પર 67.91 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આવક 277.65 કરોડ રૂપિયાની હતી, જે ગયા વર્ષથી 10.74 ટકા વધારે છે. કંપનીના ખર્ચ જૂન ત્રિમાસિકમાં વધીને 195.01 કરોડ રૂપિયા પર પહોંચી ગયા. ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં કંપનીનો કુલ ખર્ચ 179 કરોડ રૂપિયા રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp