ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી, કહ્યું- જો હું ફરી રાષ્ટ્રપતિ બનીશ તો...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ પર ભારત તરફથી લગાવવામાં આવેલા ટેરિફને લઇ ધમકી આપી છે. તેમણે ખાસ કરીને હાર્લે ડેવિડસન બાઈક્સ પર ભારત તરફથી લગાવવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેની જીત થશે તો ભારતીય વસ્તુઓ પર પણ અમેરિકા ટેરિફ લગાવશે.

2019 માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ભારતના હાઈ ટેક્સને લઇ આપણા દેશને ટેરિફ કિંગ કહ્યું હતું. સાથે જ ટ્રમ્પે ભારતની પહોંચ અમેરિકાના જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રિફરેંસથી ખતમ કરી દીધી હતી. GSP હેઠળ અમેરિકા 100થી વધુ દેશોથી હજારોની સંખ્યામાં સામાન આયાત પર ટેરિફ લગાવતા નથી, જેનાથી એ દેશોના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળે છે.

ટ્રમ્પે ભારતને GSPમાંથી એ આરોપ લગાવતા હટાવી દીધેલું કે ભારત અમેરિકાને પોતાના બજારમાં ન્યાયસંગત પહોંચ આપી રહ્યા નથી.

ટ્રમ્પે કહ્યું કે, તેણે અત્યાર સુધી ભારત તરફથી લગાવવામાં આવી રહેલા હાઈ ટેરિફની ઘણી ટીકા કરી છે. ભારત ઘણો વધારે ટેરિફ લગાવે છે અને હાર્લે ડેવિડસન પર ભારત દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને લઇ હું આ વાત કહી શકું છું. જો ભારત અમારી પાસેથી ટેરિફ લે છે તો અમે ભારત સાથે આવી રીતે વેપાર કઇ રીતે કરી શકીએ. ભારત અમેરિકા પર 100, 150 અને 200 ટકા સુધીનો ટેરિફ લગાવે છે.

ટ્રમ્પ આગળ કહે છે, ભારત જ્યારે તેમની બાઈક્સ બનાવે છે અને તેને અમેરિકામાં વિના ટેક્સ, ટેરિફે વેચી શકે છે પણ જ્યારે અમેરિકા પોતાની બાઈક્સ ભારત મોકલે છે તો ભારે ટેરિફ લાગે છે. ભારત અમેરિકન ઉત્પાદકો પર એટલું વધારે લગાવે છે કે તેને કોઈ ખરીદવા માગતું નથી. જે રીતે ભારત અમેરિકા પર વધારે ટેરિફ લગાવે છે, એજ રીતે અમેરિકાએ પણ ભારતના ઉત્પાદો પર કરવું જોઇએ.

ટ્રમ્પ કહે છે, જ્યારે પેંસિલવેનિયાના સેનેટરને તેણે પ્રશ્ન કર્યો કે ભારત આપણી પાસેથી 200 ટકા સુધીનો ટેરિફ લઇ શકે છે અને આપણે આપણા ઉત્પાદો માટે તેમની પાસેથી ટેરિફ નથી લઇ રહ્યા તો શું આપણે એવું ન કરી શકીએ કે ભારત પાસેથી ઓછામાં ઓછો 100 ટકા ટેરિફ ચાર્જ વસૂલ કરીએ? તો સેનેટરે મને કહ્યું હતું કે નહીં સર, આ મુક્ત વેપાર નથી. તે 10 ટકાના ટેરિફ પર પણ રાજી ન થયા. તો મને લાગ્યું કે તમારા લોકો સાથે કંઇ તો ખોટું છે.

ખેર, હાલમાં ટ્રમ્પ અમેરિકામાં ઘણાં કોર્ટ કેસ અને અભિયોગનો સામનો કરી રહ્યા છે. જોકે અમેરિકાના મુખ્ય નેશનલ પોલ્સ અનુસાર, ટ્રમ્પ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાં સૌથી આગળ ચાલી રહ્યા છે અને જીઓપીના અડધાથી વધારે વોટ તેમની પાસે છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.