આ શેરમાં ફરીથી લોઅર સર્કિટ લાગી, આમીર અને રણબીરને નુકસાન થયું

પોતાના લિસ્ટિંગ ડે બાદ જોરદાર રિટર્ન આપનારી ડ્રોન કંપની ડ્રોનઆચાર્ય એરિયલના શેરોમાં કડાકો હજુ પણ ચાલુ જ છે. ગયા પાંચ દિવસોથી તેના શેરોના ભાવ સતત તુટી રહ્યા છે અને સાથે જ બોલીવુડ સ્ટાર્સ આમીરખાન અને રણબીર કપૂરને પણ નુકસાન થઇ રહ્યું છે. બુધવારના રોજ પણ આ શેરોમાં લોઅર સર્કિટ લાગી છે.

ડ્રોન બનાવનારી કંપની ડ્રોનઆચાર્ય એરિયલ શેરોમાં કડાકો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની તેજી સાથે કારોબાર કરતા 179.05 રુપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ કંપનીના શેરો તુટવાનું શરૂ થઇ ગયું અને જે હજુ પણ ચાલુ જ છે. બુધવારે શેર બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ તેમાં ફરીથી લોઅર સર્કિટ લાગી ગઇ છે.

ડ્રોનઆચાર્ય એરિયલના શેરોમાં બોલીવુડ સ્ટાર્સ આમીર ખાન અને રણબીર કપૂરે પણ રોકાણ કર્યુ છે. તેમણે કંપનીનો IPO આવવા પહેલા કંપનીમાં રોકાણ કર્યું હતું અને તેનું લિસ્ટિંગ થયા બાદથી જ બન્ને એક્ટર્સની કમાણી થઇ હતી. પોતાના લિસ્ટિંગ ડે બાદ સતત 20 લાખ રૂપિયામાં કંપનીના 46600 શેર ખરીદ્યા હતા. જ્યારે, રણબીર કપૂરે 20 લાખ રૂપિયાનું રોકાણ કરીને 37200 શેર ખરીદ્યા હતા. આ અભિનેતાઓ સહિત અન્ય રોકાણકારોને પણ આ સ્ટોક 53.59 રૂપિયા પ્રતિ શેરના ભાવથી મળ્યો હતો.

આમીર ખાન અને રણબીર કપૂરના રોકાણ વાળી આ કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ 52-54 રૂપિયા હતો અને શેરોનું લિસ્ટિંગ BSE પર 88 ટકાના પ્રિમિયમ સાથે 102 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગ બાદથી જ આ શેરો રોકેટની જેમ ભાગી રહ્યો હતો અને 243 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચી ગયો હતો. તેના કારણે આમીર ખાન અને રણબીર કપૂર સહિત અન્ય રોકાણકારોના ખૂબ પૈસા બન્યા. પણ ફરીથી તેમાં વેચવાલી શરૂ થઇ ગઇ છે. જોકે, આ દરમિયાન તેમાં ઉછાળો પણ જોવા મળી હતો.

ડ્રોનઆચાર્ય એરિયલનો IPO વર્ષ 2022ના છેલ્લા મહિના એટલે કે, ડિસેમ્બર, 2022માં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થયો હતો. 52-54 રૂપિયાના પ્રાઇસ બેન્ડ સાથે IPO રોકાણ માટે 13થી 15 ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. લિસ્ટિંગની સાથે જ શેર ભાગવા લાગ્યો હતો અને એવો ભાગ્યો હતો કે, 15 દિવસમાં જ રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા. કેટલાક દિવસો સુધી આ શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી, જોકે, હવે તેમાં લોઅર સર્કિટ લાગવા લાગી છે.

About The Author

Top News

ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ભરૂચમાં ભાજપના જ સાંસદ અને મહિલા ધારાસભ્ય વચ્ચ બબાલ શરૂ થઇ છે. બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભરૂચના ...
Politics 
ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.