હીરાનગરી સુરતમાં રૂ500ના ચલણનો દુકાળ! 2000ની નોટ કારણ છે, જાણો કેટલી જમા થઈ?

PC: zeenews.india.com

ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ સાંજે જાહેરાત કરી હતી કે તે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી રહી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ જાહેરાત પછી હીરાના વ્યવસાય માટે પ્રખ્યાત સુરતની બેંકોમાં 800 કરોડની 2000ની નોટો પહોંચી ગઈ છે. આ એક્સચેન્જને કારણે ત્યાંના બજારોમાં 500ની નોટોની અછત સર્જાઈ છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, જો બજારમાં 500 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન સમયસર વધાર્યું નહીં તો સ્થિતિ વધુ બગડી શકે એવી શક્યતા છે.

કેન્દ્રની PM નરેન્દ્ર મોદીની સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી, જેમાં તે સમયની 500 અને 1000ની નોટોને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી 500ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી, જ્યારે 1000ની નોટને બદલે 2000 રૂપિયાની નોટ ચલણમાં અમલમાં આવી. RBIના તાજેતરના નિર્ણય બાદ હવે ₹2000ની નોટ પણ બજારોમાં જોવા નહીં મળે. જો કે, RBIએ કહ્યું છે કે, 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર એટલે કે કાયદેસર રહેશે અને વ્યવહાર માટે સ્વીકાર કરવામાં આવશે.

RBIએ માહિતી આપી છે કે, 2 હજાર રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને ધીમે-ધીમે પાછી ખેંચી લેવામાં આવશે. સામાન્ય લોકો પોતાની પાસે રાખેલી 2000ની નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલાવી શકશે. જો કે, બેંકોમાં એક સમયે 2000ની માત્ર 10 નોટો જ બદલી શકાશે. તમે RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને 2000ની નોટો પણ બદલી શકો છો અને તેના બદલે અન્ય મૂલ્યનું ચલણ લઈ શકો છો. નોટ બદલવા માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.

નિષ્ણાતોના મતે RBI દ્વારા ચલણમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેવાનું સૌથી મોટું કારણ તેના દ્વારા સરળતાથી કાળું નાણું એકઠું કરવાનું અને નકલી ચલણ એટલે કે નકલી નોટોનો ધંધો જણાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, જેટલી મોટી કરન્સી હશે, તેટલી જ સરળતાથી કાળું નાણું અને નકલી ચલણ આસાનીથી છુપાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો 100, 500ની નોટોમાં 20000 રૂપિયા છુપાવવાના હોય તો 100ની 200 નોટ અને 500ની 40 નોટની જરૂર પડશે, જ્યારે માત્ર 2000ની નોટ માટે ફક્ત 10 નોટની જ જરૂર પડશે. એટલા માટે હવે 2000ની નોટ બંધ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp