મસ્કની નવી જાહેરાત, હવે બધાના ટ્વીટ નહીં વાંચી શકો, વેરિફાઇ હશો તો પણ 10000...

ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્ક સતત આ પ્લેટફોર્મ બદલી રહ્યા છે. પહેલા બ્લુ ટિક માટે લોકો પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું. જેમની પાસે પહેલાથી જ ફ્રી વેરિફાઈડ એકાઉન્ટ્સ હતા તેઓને સમાપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય પણ બીજા ઘણા ફેરફારો હતા. હવે મસ્ક એક નવો નિયમ લઈને આવ્યા છે. એટલે કે, તમે ટ્વિટર પર મર્યાદિત પોસ્ટ્સ વાંચી શકશો. મસ્કે ત્રણ વખત ટ્વીટ કરીને આ જાણકારી આપી. કારણ કે તેઓ એક જ વારમાં ક્લીયર ન કરી શક્યા.
મસ્કની આ જાહેરાત પછી, વેરિફાઈડ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ એક દિવસમાં વધુમાં વધુ 10,000 પોસ્ટ જોઈ શકશે. 1 જુલાઈના રોજ, એલોન મસ્કએ ટ્વિટ કર્યું હતું કે, 'અમે 'ડેટા સ્ક્રેપિંગ' અને 'સિસ્ટમ મેનીપ્યુલેશન'ના વધતા સ્તરની સમસ્યાનો સામનો કરવા માટે એક અસ્થાયી મર્યાદા નક્કી કરી છે. વેરિફાઈડ એકાઉન્ટ્સથી દરરોજ 6 હજાર પોસ્ટ વાંચી શકશે. જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ વપરાશકર્તાઓ માત્ર 600 પોસ્ટ જ જોઈ શકશે. અને નવું અનવેરિફાઈડ એકાઉન્ટ ફક્ત 300 ટ્વીટ્સ જોઈ શકશે.'
ત્યારપછી લગભગ બે કલાક પછી મસ્કે તેમાં ફેરફારની જાહેરાત કરી. તેમાં એવું કહ્યું કે, એક વેરિફાઈડ એકાઉન્ટ એક દિવસમાં વધુમાં વધુ 8 હજાર પોસ્ટ જોઈ શકશે. બીજી તરફ, અનવેરિફાઈડ એકાઉન્ટમાંથી આ સંખ્યા 800 હશે. અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ સાથે, તમે દિવસની 400 પોસ્ટ વાંચી શકશો.
જોકે મસ્ક હજુ પણ સ્પષ્ટતા નહોતા કરી શક્યા, ત્રણ કલાક પછી ફરી બીજી ટ્વિટ કરી. નવી જાહેરાત મુજબ, વેરિફાઈડ એકાઉન્ટમાંથી વધુમાં વધુ 10 હજાર પોસ્ટ જોઈ શકાશે. આ સંખ્યા અનવેરિફાઈડ એકાઉન્ટમાંથી એક હજાર હશે. જ્યારે, નવા અનવેરિફાઇડ એકાઉન્ટમાંથી દરરોજ ફક્ત 500 પોસ્ટ જ વાંચી શકશો.
Now to 10k, 1k & 0.5k
— Elon Musk (@elonmusk) July 1, 2023
મસ્કે તેને 'ટેમ્પરરી' પગલું ગણાવ્યું છે. એટલે કે આગળ પણ કેટલાક વધુ ફેરફારો થવાની સંભાવના છે. જો કે, મસ્કએ તે જણાવ્યું ન હતું કે, 'ડેટા સ્ક્રેપિંગ'નો ખરેખર તેમના માટે શું અર્થ થાય છે. સામાન્ય રીતે, ડેટા સ્ક્રેપિંગનો અર્થ છે ઇન્ટરનેટમાંથી ડેટા કાઢવો અને તેનો ઉપયોગ કરવો. મસ્કે અગાઉ પણ OpenAI, ChetGPT જેવી ઘણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે આ AI પ્લેટફોર્મ ભાષાના સ્તર સુધારણા માટે Twitterના ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છે.
Running Twitter is hard. I don’t wish that stress upon anyone. I trust that the team is doing their best under the constraints they have, which are immense. It’s easy to critique the decisions from afar…which I’m guilty of…but I know the goal is to see Twitter thrive. It will.
— jack (@jack) July 1, 2023
મસ્કની આ જાહેરાતના થોડા સમય બાદ ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ પણ ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું, 'ટ્વિટર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. હું નથી ઈચ્છતો કે કોઈના પર દબાણ આવે. મને ખાતરી છે કે ટીમ ઘણી મુશ્કેલીઓ છતાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. દૂરથી નિર્ણયોની ટીકા કરવી સરળ છે..., જેનો હું પણ દોષિત છું..., પરંતુ હું જાણું છું કે ટ્વીટરને આગળ વધતો જોવાનો હેતુ છે. એવુ જ થશે.'
મર્યાદિત પોસ્ટ જોઈ શકવાની જાહેરાત પછી એલોન મસ્કએ ફરી પાછી બીજી ટ્વિટ કરી, જેમાં તેણે લખ્યું છે કે, 'ભરઊંઘમાંથી જાગ્યા પછી તમે ફોનથી અંતર રાખો. તમારા મિત્રો અને પરિવારને મળો.'
you awake from a deep trance,
— Elon Musk (@elonmusk) July 2, 2023
step away from the phone
to see your friends & family
આ પહેલા મસ્કે તેના નામે બનાવેલા પેરોડી એકાઉન્ટને પણ રીટ્વીટ કર્યું હતું. તેમાં પણ કંઈક ઉપરની જેમ જ લખાયેલું હતું. એલોન મસ્ક (પેરોડી) એકાઉન્ટમાંથી લખવામાં આવ્યું હતું કે, મેં 'વ્યૂ લિમિટ' એટલા માટે સેટ કરી છે, કારણ કે આપણે બધા ટ્વિટર ચલાવવાના વ્યસની બની ગયા છીએ અને આપણે બહાર નીકળવાની જરૂર છે. હું અહીં દુનિયા માટે એક સારું કામ કરી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp