એલન મસ્કની જાહેરાતથી ઘટી શકે છે તમારા ફોલોઅર્સ, જાણો શા માટે?

PC: businesstoday.in

દુનિયાભરમાં પ્રસિદ્ધ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર છેલ્લાં ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. ટ્વિટરના માલિક એલન મસ્કે પ્લેટફોર્મની પૂરી રૂપરેખાને બદલી નાંખી છે. બ્લૂ ટિક પેડ સર્વિસની જાહેરાત બાદ એલન મસ્કે ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમજ, હવે એલન મસ્કે નવી જાહેરાતમાં ટ્વિટરના યુઝર્સને ટ્વિટ દ્વારા કહ્યું છે કે, લોકોના ફોલોઅર્સ ઓછાં થઈ શકે છે. સાથે જ તેની પાછળનું કારણ પણ જણાવ્યુ છે. તો તમે પણ જાણી લો કે ટ્વિટર પર અકાઉન્ટ્સમાંથી ફોલોઅર્સ કઈ રીતે ઓછાં થઈ શકે છે.

એલન મસ્કે જાહેરાત કરી છે કે, એ અકાઉન્ટને હવે રદ્દ કરી દેવામાં આવશે, જે લાંબા સમયથી યૂઝ નથી કરવામાં આવી રહ્યા અથવા તો પછી એક્ટિવ નથી રહેતા. એમાં જો યુઝર્સના અકાઉન્ટમાંથી ફોલોઅર્સ ઘટે છે તો તેની પાછળ એ જ કારણ હોઈ શકે છે કે તેમના અકાઉન્ટમાં તે અકાઉન્ટ્સ હતા જે ઘણા સમયથી એક્ટિવ નહોતા.

ટ્વિટર પર એલન મસ્કે પોતાના અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું કે, તેઓ એ ખાતાઓને હટાવવા જઈ રહ્યા છે જે ઘણા વર્ષોથી એક્ટિવ નથી. સાથે જ એવુ પણ કહ્યું કે, એ અકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવાના કારણે તમારા ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે.

એલન મસ્કે આ અગાઉ આ મામલા પર જાણકારી આપતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ 1.5 બિલિયન એટલે કે 150 કરોડ અકાઉન્ટ્સને ડિલીટ કરી દેશે. તેમણે એવી પણ જાણકારી આપી છે કે, તેઓ કયા પ્રકારના અકાઉન્ટ્સ ડિલીટ કરવાના છે. એલન મસ્કના જણાવ્યા અનુસાર, ટ્વિટરે એ અકાઉન્ટસને ડિલીટ કરવામાં આવશે જે ખાતાઓમાંથી વર્ષોથી કોઈ ટ્વિટ નથી કરવામાં આવ્યું. આ સાથે જ જે ખાતાઓમાં વર્ષોથી એકવાર પણ લોગિન નથી થયુ એવા ખાતાઓને ટ્વિટર ડિલીટ કરી દેશે. એવામાં આ પ્રકારની કેટેગરીમાં કુલ 150 કરોડ ખાતા છે તેને ડિલીટ કરવાનું પ્લાનિંગ ટ્વિટર કરી રહ્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, એપ્રિલ મહિનાના અંત સુધીમાં ટ્વિટર પરથી કેટલાક સેલિબ્રિટી, મીડિયા સહિત અન્ય હાઈ પ્રોફાઇલ અકાઉન્ટ્સ પર ટ્વિટરના બ્લૂ ટિકને ફરીથી ફ્રીમાં પાછી આપવામાં આવી હતી. એવામાં ઘણા પ્રાપ્તકર્તાઓએ વિરોધ કર્યો. આ દરમિયાન એલન મસ્કે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, તેઓ વ્યક્તિગતરીતે કેટલાક (સબ્સક્રિપ્શન) માટે ચુકવણી કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp