અદાણી ગ્રુપ પર કાયમ છે EFPOનો ભરોસો, આ બંને કંપનીઓમાં ચાલુ રાખશે રોકાણ!

PC: madhyamam.com

24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ ગૌતમ અદાણીનું સામ્રાજ્ય પૂરી રીતે ડોલી ગયું હતું. તેની અસર અત્યારે પણ અદાણીના શેર પર જોવા મળી રહી છે. શોર્ટ સેલરના આ રિપોર્ટે ભલે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર નાખી હોય, પરંતુ એ છતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EFPOનો અદાણી ગ્રુપ પર ભરોસો કાયમ છે.

EFPOનું કહેવું છે કે, અદાણીની કંપનીઓમાં રોકાણ ચાલુ રહેશે. એક રિપોર્ટ મુજબ, હિંડનબર્ગના કારણે શેર માઠી રીતે તૂટ્યા બાદ પણ EFPO અદાણી ગ્રુપના 2 શેરોમાં રોકાણ ચાલુ રાખશે. તેમાં ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) સામેલ છે. રિપોર્ટ્સ મુજબ, રોકાણનો આ સિલસિલો વર્ષ 2023 સુધી ચાલુ રાખવામાં આવશે. જો કે, તેને લઈને છેલ્લો નિર્ણય આ અઠવાડિયે થનારી મીટિંગમાં લેવામાં આવશે.

EFPO ETF દ્વારા શેર બજારમાં રોકાણ કરે છે એટલે કે નિફ્ટીના ETFમાં રોકાણ થનારી EPFOની રકમ હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝીસ અને અદાણી પોર્ટમાં રોકાણ થતું રહેશે. આદાણી ગ્રુપની આ બંને કંપની NSE નિફ્ટીમાં લિસ્ટેડ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કુલ કોર્પસના 15 ટકા શેર બજારના બંને ઇન્ડેક્સ BSE સેન્સેક અને NSE નિફ્ટી સાથે સંબંધિત ETFમાં નાખે છે. હવે સવાલ એ કે શું અદાણીના શેરોમાં ભારે ઘટાડા છતા EFPOના રોકાણના આ સંગઠન સાથે જોયેલા કર્મચારીઓને મળનારા PF પર કોઈ અસર પડશે? તો કહી દઈએ કે એ વાતની સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છે કે અદાણી એન્ટરપ્રાઈઝીસ અને અદાણી પોર્ટના જે શેરોમાં સંગઠન રોકાણ કરી રહ્યું છે, તેમાં ઘટાડાના કારણે ETFના રિટર્ન પર અસર પડી શકે છે અને એમ થવા પર EFPOને પણ તેના રોકાણ પર ઓછું રિટર્ન મળશે. રોકાણ દ્વારા મળતા રિપોર્ટથી EFPOના વ્યાજદરો પણ સંબંધિત હોય છે, તો પછી PFના વ્યાજદર પર પણ તેની અસર પડવાની સંભાવના રહેલી છે.

અદાણીના જે 2 શેરો અદાણી એન્ટરપ્રાઈઝીસ અને અદાણી પોર્ટમાં EFPO રોકાણ કરી રહી છે, તેમાં ઘટાડાનો દોર અત્યારે પણ ચાલી રહ્યો છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે પણ બંને સ્ટોક્સ લાલ નિશાન પર બંધ થયા, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અત્યાર સુધી તેમાં ઘટાડાની વાત કરીએ તો 24 જાન્યુઆરી 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 3,442 રૂપિયા પર હતા, જે હવે 1721.35 રૂપિયા પર આવી ગયા છે. એ સિવાય અદાણી પોર્ટના સ્ટોક 24 જાન્યુઆરીના રોજ 761.20 રૂપિયા પર હતા જે 626.85 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp