ભારતનો ગ્રોથ વધારે હોવા છતા મોન્ટેક સિંહ આલુવાલિયાએ ઉંચા ટાર્ગેટની વાત કેમ કરી

PC: zeenews.india.com

ભારત વિકસિત અને વિકાસશીલ દેશની સરખામણીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ 1.4 લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વધારેમાં વધારે ઝડપથી આગળ વધવાની જરૂર છે. યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આલુવાલિયાએ એક મીડિયા ઇન્ટર્વ્યુમાં આ વાત કરી છે. તેમણે કહ્યું કે, આપણી ઇનકમ અને આપણા લોકોની આશાઓને જોતા જીવન સ્તર, શિક્ષણ, સ્વાસ્થ્ય, ગ્રામીણ, શહેરી વિસ્તારોમાં રહેણી કરણીમાં સુધારો કરવો જોઇએ. એવામાં, જો આપણો ગ્રોથ ન વધશે તો આમ ન થશે.

આલુવાલિયાએ કહ્યું કે, આપણે ક્યાંકને ક્યાંક 7થી 8 ટકાની વચ્ચેનો લક્ષ્ય રાખવો જોઇએ. જોકે, આ આંકડો હાંસલ થશે કે નહીં તે આપણી નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ ઉપર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાની તરફ અગ્રેસર છે. જોકે, વૈશ્વિક સ્તર પર મોનેટરી કડકાઇ વચ્ચે થોડી ધીમી પડી રહી છે. યુક્રેન રશિયા યુદ્ધથી સતત જોખમ અને ચીનમાં મહામારી ફરીથી વધવાના કારણે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ માટે જોખમ ઉભું થઇ રહ્યું છે.

આલુવાલિયાએ કહ્યું કે, ભારતમાં ઝડપ અને સમાવેશી વિકાસ, રાજકોષીય અનુશાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત નીતિઓ પર એક હદ સુધી સંમતિ છે. જોકે, તેમણે કહ્યું કે, તેના માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ પર વધારે સરકારી ખર્ચ, જળવાયુ પરિવર્તન પર અનુસંધાન, રક્ષણ વ્યય, વ્યય પ્રબંધન, મૂળભૂત સ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું, ઉંચો ગ્રોથ હાંસલ કરવા માટે બિઝનેસમાં ઉતરવા અને બહાર નીકળવું સરળ બનાવવા સહિત કેટલાક સુધારાની આવશ્યકતા છે. આલુવાલિયાએ કહ્યું કે, આપણે ચીન તરફ પણ જોઇ શકીએ છીએ. તેમણે ઘરેલુ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ગયા દાયકામાં ઘણું બધું કર્યું છે.

આલુવાલિયાએ કહ્યું કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. તેઓ સામાન્ય બજેટ તરફ ઇશારો કરી રહ્યા છે, જેને તેઓ આગામી અમુક સપ્તાહમાં રજૂ કરવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ તેમની પાસે ચાહે છે કે, સારા ખર્ચમાં ઘટાડો ન કરવામાં આવે અને દરેક જણની સલાહમાં સારા ખર્ચમાં દરેક પ્રકારની સબ્સિડી આવે છે. દરેક જણ સબ્સિડીમાં ઘટાડો કરવાના પક્ષમાં છે. પણ કોઇ ખુલીને તેનાથી છુટકારો મેળવવાની વાત નથી કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp