- Business
- 4 વર્ષમાં દરેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક થઇ જશેઃ અમિતાભ કાંત
4 વર્ષમાં દરેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક થઇ જશેઃ અમિતાભ કાંત
આવનારો સમય ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જ માનવામાં આવી રહ્યો છે. ધીમે ધીમે ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ, નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર અમિતાભ કાંતનું માનવું છે કે, આગામી ચાર વર્ષોમાં ભારતમાં દરેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ગાડીઓને ઇલેક્ટ્રિક કરવાનો લક્ષ્ય લઇને ચાલવું જોઇએ. નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ વાત ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે, ACMAના વાર્ષિક કાર્યક્રમમાં કહી. નીતિ આયોગના અમિતાભ કાંતનું માનવું છે કે, ગ્રીન મોબિલિટીનો સમય આવવા જઇ રહ્યો છે અને આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, ભારતનું ફોકસ શેર્ડ, કનેક્ટેડ અને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશન મૂવમેન્ટ પર હોવું જોઇએ.

કાંતનું માનવું છે કે, ભારતના ઇલેક્ટ્રિફિકેશનની યાત્રા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વિશે છે. તેનું કારણ એ છે કે, ભારતમાં વેચાનારી દરેક ગાડીઓમાં 80 ટકા હિસ્સો ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો છે. એવામાં નીતિ આયોગના CEO અમિતાભ કાંતે પહેલા 100 ટકા ઇલેક્ટ્રિફિકેશનની વાત કહી છે. અમિતાભ કાંત અનુસાર, આ લક્ષ્ય આગામી ચાર વર્ષમાં એટલે કે, વર્ષ 2026 સુધીમાં પુરો થઇ જવો જોઇએ. ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમતમાં 40-45 ટકા હિસ્સો બેટરીનો હોય છે અને અમિતાભ કાંત અનુસાર, પાછલા કેટલાક વર્ષોમાં આ ઓછું થયું છે કે, જેના કારણે EVનું વેચાણ વધ્યું છે. આવનારા કેટલાક વર્ષોમાં તેને 100 ડૉલર પ્રતિ કિલોવોટની નીચે લાવવાનો લક્ષ્ય છે.

વાહન ડીલરોના સંગઠન ફાડા અનુસાર, પાછલા નાણાંકીય વર્ષ, 2021-22માં ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનનોનું રીટેલ વેચાણ 2,31,338 યૂનિટ રહ્યું, જે 2021-21ના 41,046 યૂનિટના આંકડાની સરખામણીમાં પાંચ ગણું વધારે છે. જ્યારે, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટો મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર, નાણાંકીય વર્ષ 2021-22માં ટુ વ્હીલર વાહનોનું ઘરેલુ વેચાણ 1,34,66,412 યૂનિટ્સ રહ્યું અને થ્રી વ્હીલર ગાડીઓનું વેચાણ 2,60,995 યૂનિટ્સ રહ્યું.
તેની સાથે સાથે ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ્સનું પણ વેચાણ ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. તેમના કહેવા અનુસાર, ઇલેક્ટ્રિફિકેશન માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું જોઇએ. તેના માટે સરકાર ઘણી બધી કંપનીઓ સાથે મળીને ચાર્જિંગ સ્ટેશનના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ પર કામ કરી રહી છે.

