ઇન્ફોસિસે પોતાના કર્મચારીઓની લીધી પરીક્ષા, ફેલ થયેલા આટલા લોકોને કાઢી નાખ્યા

PC: livemint.com

આર્થિક મંદીના કારણે આખી દુનિયામાં કંપનીઓ છંટણી કરી રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, અમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ બાદ હવે ભારતની દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસે પણ છંટણી કરી છે. ઇન્ફોસિસે પોતાના 600 કરતા વધુ કર્મચારીઓએ કાઢી દીધા છે. રિપોર્ટ્સ મુજબ કંપનીએ ફ્રેશર્સ માટે એક ઇન્ટરનેશનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) રાખ્યું હતું. જો કે, કંપની તરફથી અત્યાર સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ, ઑગસ્ટ 2022માં કંપનીમાં જોઇન્ટ કરવામાં આવેલા એક ફ્રેશરે જણાવ્યું કે, મેં ગયા વર્ષે ઑગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને મને SAP-ABAP સ્ટ્રીમ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

તેણે કહ્યું કે, મારી ટીમના 150 લોકોએ ફ્રેશર એસેસમેન્ટની પરીક્ષા આપી હતી, જેમાંથી 60 લોકો પાસ થયા હતા. બાકી અમને બધાને 2 અઠવાડિયા માટે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા. ગત બેચ (જુલાઇ 2022માં અનબોર્ડ માટે કરવામાં આવેલા ફ્રેશર્સ) માટે 150 ફ્રેશર્સમાંથી 85 ફ્રેશર્સને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ ઇન્ફોસિસે ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ થનારા અત્યાર સુધી 600 કરતા વધુ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.

બે અઠવાડિયા પહેલા ફ્રેશર્સમાં ફેલ થનારા 208 ફ્રેશર્સને કાઢી મૂકવામાં આવ્યા હતા. થોડા મહિનાઓને મળાવીને 600 કરતા વધુ કર્મચારીઓને નોકરીથી હાથ ધોવા પડ્યા છે. કાઢવામાં આવેલા કર્મચારીઓનો દાવો છે કે, જુલાઇ 2022 પહેલા કંપનીમાં સામેલ થનારા નવા લોકોને ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ ટર્મિનેટ કરવામાં આવ્યા નથી. તો કંપનીના એક રિપ્રેઝન્ટેટિવનું કહેવું છે કે ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ કર્મચારીઓને હંમેશાં ટર્મિનેટ કરવામાં આવે છે.

આ ડેવલપમેન્ટ ઓફર લેટર પ્રાપ્ત થયા બાદ 8 મહિનાથી કંપનીમાં સામેલ થવાની પ્રતિક્ષા કરી રહેલા ફ્રેશર્સની પૃષ્ટભૂમિમાં આવ્યું છે. એક વ્યક્તિએ જણાવ્યું કે, ભલે મારી પાસે ભારતની ટોપ IT કંપની ઇન્ફોસિસની નોકરીની ઓફર છે, પરંતુ મને મારું ભવિષ્ય સુરક્ષિત નજરે પડી રહ્યું નથી. લાંબી વેઇટિંગના કારણે પહેલાથી જ મારા રિઝ્યુમમાં એક વર્ષનો ગેપ થઇ ગયો અને મારી આવક પણ નથી. ઇન્ફોસિસે ઓનબોર્ડિંગની સમય સીમા પર પશુ જ સ્પષ્ટ કહ્યું નથી. ઉલ્લેખનીય છે કે 2 અઠવાડિયા પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે વિપ્રોએ ઇન્ટરનલ ટેસ્ટમાં ફેલ થનારા 800 ફ્રેશર્સને કાઢી દીધા છે. જો કે, કંપનીનું કહેવું છે કે તેણે 452 કર્મચારીઓને ટર્મિનેટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp