બિસલેરીને વેચવા માગતા હતા પિતા, શું હવે કંપની સંભાળશે દીકરી
પેકેજ્ડ વોટર બનાવનારી અને વેચનારી કંપની બિસલેરીની વેચાવાની ખબર નવેમ્બર, 2022માં આવી હતી. તમામ રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, બિસલેરીના માલિક 82 વર્ષના રમેશ ચૌહાણ પાસે આ કંપનીને આગળ વધારવા માટે કોઇ ઉત્તરાધિકારી નથી. તેમની દિકરી જયંતી ચૌહાણ, જે બિસલેરીના વાઇસ ચેરપર્સન છે, પણ તેઓ કારોબારને લઇને ઉત્સુક નથી. એ કારણે રમેશ ચૌહાણ બિસલેરીને વેચવા માગતા હતા. આ દરમિયાન થોડા સપ્તાહ પહેલા જયંતી ચૌહાણ ઘણા એક્ટિવ નજરે પડ્યા. પોતાની લિંક્ડઇન પ્રોફાઇલથી તે સતત બિસલેરીના દરેક પગલાને પ્રમોટ કરી રહી છે.
બિસલેરીએ પોતાના ગ્રાહકોને એપ દ્વારા પાણી ઓર્ડર કરવાની સુવિધા આપી છે. ગયા સપ્તાહમાં જયંતી ચૌહાણે આ કેમ્પેનને પોતાની લિંક્ડઇન પ્રોફાઇલથી શેર કરતા ગ્રાહકોને ડોરસ્ટેપ એપ દ્વારા બિસલેરીનું પાણી ઓર્ડર કરવાની અપીલ કરી છે અને કંપનીના સ્ટાફના વખાણ પણ કર્યા હતા. તે સિવાય બિસલેરીએ IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની સાથે પાર્ટનરશિપ પણ કરી છે. જયંતી ચૌહાણે કંપનીના આ પગલાની પણ સરાહના કરી હતી.
વર્ષ 1969માં ચૌહાણ પરિવારના નેતૃત્વ વાળી પારલેએ બિસલેરી લિમિટેડને ખરીદી લીધી હતી. જ્યારે આ કંપનીને રમેશ ચૌહાણે ખરીદી હતી, તો તેમની ઉંમર એ સમયે ફક્ત 28 વર્ષની હતી. એ સમયે ફક્ત 4 લાખ રૂપિયામાં બિસલેરી કંપનીનો સોદો થયો હતો. 1995માં તેની કમાન રમેશ જે ચૌહાણના હાથોમાં આવી ગઇ. ત્યાર બાદ પેકેજ્ડ વોટરનો કારોબાર એ ઝડપે દોડ્યો કે, તે પેકેજ્ડ બોટલની ઓળખ બની ગઇ. ભારતમાં પેકેજ્ડ વોટરનું માર્કેટ 20000 કરોડ રૂપિયાથી વધારેનું છે. તેમાંથી 60 ટકા હિસ્સો અનઓર્ગેનાઇઝ્ડ છે. બિસલેરીની ઓર્ગેનાઇઝ્ડ બજારમાં હિસ્સેદારી લગભગ 32 ટકા જેટલી છે.
રમેશ ચૌહાણની એકમાત્ર દિકરી જયંતી ચૌહાણની ઉંમર 37 વર્ષની છે. જયંતી ચૌહાણનું બાળપણ દિલ્હી, બોમ્બે અને ન્યુયોર્ક જેવા શહેરોમાં વિત્યું છે. હાઇ સ્કૂલનું ભણતર પુરું કર્યા બાદ તેમણે પ્રોડક્ટ ડેવલપમેન્ટના ભણતર માટે ફેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગમાં એડમિશન લીધું હતું. આ ઇન્સ્ટીટ્યુટ લોસ એન્જેલસમાં છે. જયંતીએ કેટલાક પ્રમુખ ફેશન હાઇસમાં ઇન્ટર્ન તરીકે કામ પણ કર્યું છે. તેમણે લંડન યનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિયેન્ટિલ એન્ડ અફ્રીકન સ્ટડીઝથી અરબીમાં પણ ડિગ્રી મેળવી છે.
જયંતીએ 24 વર્ષની ઉંમરમાં પોતાના પિતાની દેખરેખમાં બિસલેરીના કારોબારને સંભાળવાની શરૂઆત કરી દીધી હતી. પહેલા તેમણે દિલ્હી ઓફિસનું કામકાજ સંભાળ્યું. ત્યાં તેમણે પ્લાન્ટનું રિનોવેશન કર્યું અને ઓટોમેશન પ્રોસેસ પર ફોકસ કર્યું. એક મજબૂત ટીમ માટે તેમણે HR, સેલ્સ અને માર્કેટિંગ જેવા ડિપાર્ટમેન્ટને તૈયાર કર્યા. વર્ષ 2011માં જયંતીએ મુંબઇ ઓફિસનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. જયંતી ચૌહાણ કંપનીની એડ અને કોમ્યુનિકેશન ડેવપમેન્ટમાં પણ સંપૂર્ણ રીતે શામેલ રહે છે અને તેના પૂરાવા લિન્ક્ડઇન પર પણ નજરે પડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp