BharatPeના પૂર્વ MD અશનીર અને તેની પત્ની પર FIR દાખલ, 81 કરોડ રૂપિયા...

PC: tribuneindia.com

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ 10 મે (બુધવાર)ના રોજ BharatPe ના પૂર્વ પ્રબંધ નિદેશક અશનીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર વિરુદ્ધ છેતરપિંડીના આરોપમાં FIR દાખલ કરાવી છે. અશનીર ગ્રોવર અને તેની પત્ની ઉપરાંત, દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ પણ FIR દાખલ કરાવવામાં આવી છે. આ FIR 81 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના આરોપમાં દાખલ કરાવવામાં આવી છે.

તેમા સામેલ પક્ષો વિરુદ્ધ ગંભીર આપરાધિક અપરાધોની આઠ ધારાઓ અંતર્ગત FIR દાખલ કરાવવામાં આવી છે. જેમા 409 (લોક સેવક, અથવા બેંકર, વેપારી અથવા એજન્ટ દ્વારા વિશ્વાસનું આપરાધિક ઉલ્લંઘન), 420 (છેતરપિંડી અને બેઈમાનીથી સંપત્તિની ડિલીવરી માટે પ્રેરિત કરવું), 467 (બહુમૂલ્ય સુરક્ષા, વારસાઈ વગેરેની છેતરપિંડી), 120B (આપરાધિક ષડયંત્ર) અને અન્ય ધારાઓ સામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, FIRમાં કહેવામાં આવ્યું છે કે, ઈઓડબ્લ્યૂને ફરિયાદ મળી છે અને કથિત વ્યક્તિઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી. ફરિયાદ અને અત્યારસુધીની કરવામાં આવેલી તપાસમાં ધારા 406/ 408/ 409/ 420/ 467/ 468/ 471/ 120B IPC (ભારતીય દંડ સંહિતા) અંતર્ગત પ્રથમ દ્રષ્ટિમાં દંડનીય અપરાધનો મામલો બને છે.

ગત છ મહિના દરમિયાન અશનીર ગ્રોવરનું નામ પાંચ કેસોમાં સામેલ રહ્યું છે. જાન્યુઆરી, 2022માં નાણાકીય અનિયમિતતાઓના આરોપ સામે આવ્યા બાદ તે BharatPe સાથે કાયદાકીય લડાઈમાં ફસાયા છે. ગ્રોવરને ગત વર્ષે માર્ચમાં કંપનીમાંથી કાઢી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં દિલ્હી સ્થિત ફિનટેક યૂનિકોર્ને ગ્રોવર અને તેના પરિવાર વિરુદ્ધ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં એક આપરાધિક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમા 81.28 કરોડ રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસનું આપરાધિક ઉલ્લંઘન, ષડયંત્ર, દગો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તે જ મહિને BharatPeએ દિલ્હી હાઈકોર્ટમાં એક દીવાની કેસ પણ દાખલ કરાવ્યો હતો, જેમા અશનીર ગ્રોવર અને તેના પરિવાર દ્વારા વિવિધ મદોમાં થયેલા નુકસાનને લઇને 88.67 કરોડ રૂપિયા કરતા વધુની વસૂલીની માંગ કરવામાં આવી હતી.

BharatPe માં સિંગાપોરમાં મધ્યસ્થતાનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેથી અશનીર ગ્રોવરને આપવામાં આવેલા પ્રતિબંધિત શેરો (1.4 ટકા) ને પાછા લઈ શકાય અને તેને કંપનીના સંસ્થાપકના હોદ્દાનો ઉપયોગ કરવાથી રોકી શકાય. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કોલાડિયાએ ડિસેમ્બર 2018માં ટ્રાન્સફર કરવામાં આવેલા શેરોને પોછા લેવા માટે અશનીર ગ્રોવર પર કેસ દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp