શું તમે ITRમાં આવકની ખોટી જાણકારી આપી છે? જાણી લો નાણા મંત્રીની આ જાહેરાત

PC: ndtv.com

કેટલાક લોકો ઇનકમ ટેક્સ બચાવવાના ચક્કરમાં ઇનકમ ટેક્સ વિભાગને આવકના સોર્સ અને આવક સાથે જોડાયેલી ખોટી જાણકારી આપી દે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ જાણકારી અને જાહેર કરેલી આવકમાં તાલમેળ ન હોવાના આધાર પર મોકલવામાં આવેલી એક લાખ ઇનકમ નોટિસનું આંકલન માર્ચ 2024 સુધી પૂરું કરી લેવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગ પોતાની પાસે ઉપલબ્ધ જાણકારી અને વ્યક્તિગત કરદાતાઓ તરફથી ઇનકમ રિટર્ન (ITR)માં આપવામાં આવેલી જાણકારી વચ્ચે તાલમેળ ન હોવા પર 50 લાખ કરતા વધુ આવકવાળા લગભગ એક લાખ લોકોને નોટિસ મોકલી છે.

એ સિવાય વિભાગ તરફથી ટેક્સ રિટર્ન જમા ન કરનારા લોકોને પણ નોટિસ મોકલવામાં આવી છે. નિર્મલા સીતારમણે 164માં ઇનકમ દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ મને અશ્વાસ્ત કરી છે કે, માર્ચ 2024 સુધી બધી એક લાખ નોટિસ પર કાર્યવાહી કરી લેવામાં આવશે. આ નોટિસ 50 લાખ રૂપિયા કરતા વધુની આવકવાળા લોકોને વિભાગ પાસે ઉપલબ્ધ જાણકારીઓના આધાર પર જાહેર કરવામાં આવી છે.

આવકના કાયદા હેઠળ વિભાગ 6 વર્ષ સુધીના કર વિવરણોને ફરી આંકલન કરી શકાય છે. તેના પર નિર્મલા સીતારમણે કહ્યું કે, હવે 6 વર્ષ બાદ કોઈ પણ વ્યક્તિના ટેક્સ અસેસમેન્ટને ફરી ખોલવામાં નહીં આવે. ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષમાં પણ ફરી આંકલન માત્ર કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે. તેમણે કહ્યું કે, પ્રખુય મુખ્ય કમિશનર સ્તરના અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ આ કેસ ફરી ખોલવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, CBDTએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મોકલેલી 55 હજાર નોટિસની સમીક્ષાનું કામ મે 2023માં પૂરું કરી લીધું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આજના સમયમાં CBDT મોકલવામાં આવેલી નોટિસ પર બેસી નથી. એ વિવેકાધિકારવાળી જગ્યા નથી. એવી જગ્યા નથી જ્યાં વ્યવસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે. તે કદમ સ્પષ્ટ નજરિયો છે. આવકના દરોમાં વધારો ન કરવા છતા ઇનકમ ટેક્સ વિભાગના સક્ષમ હોવા સાથે મહેસૂલ વધી રહી છે. સરકાર કરાધાન અને તેના દરોને લોકોને અનુકૂળ બનાવવાનો વિચાર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp