બ્રિટનના પૂર્વ PM બોરિસ જોનસનના ભાઇએ અદાણી સાથે જોડાયેલી કંપનીમાંથી રાજીનામું

PC: khabarchhe.com

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જોનસનના નાના ભાઇ લોર્ડ જો જોનસને અદાણી એન્ટરપ્રાઇસીસના ફોલો ઑન પબ્લિક ઓફર (FPO) સાથે જોડાયેલી કંપનીના ગેર કાર્યકારી ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બ્રિટનનું એક ફર્મ છે, જેણે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીના FPOમાં રોકાણ કર્યું છે. એક દિવસ અગાઉ જ અદાણીએ પોતાના FPOને પરત લેવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ કંપનીના શેરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.

‘ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ અખબારના UK કંપનીઝ હાઉસના રેકોર્ડનો સંદર્ભ આપતા ખુલાસો કર્યો કે 51 વર્ષીય લોર્ડ જોનસનને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલ PLCના ડિરેક્ટરના રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી, જેવા જ અદાણી ગ્રુપે બુધવારે પોતાના FPOને પરત લેવાની જાહેરાત કરી, જો જોનસને રાજીનામું આપી દીધું. એલારા એક પૂંજી બજારમાં રોકાણ કરનારી કંપની છે, જે ભારતીય કોર્પોરેટ્સ માટે ધન ભેગું કરવાનું કામ કરે છે.

તે FPO દ્વારા પૈસા બનાવે છે. લોર્ડ જો જોનસને જણાવ્યું કે તેમણે કંપનીનું સારી સ્થિતિનું આશ્વાસન આપ્યું અને ડોમેન વિશેષજ્ઞતાની કમીના કારણે તેમણે પદ છોડી દીધું છે. રાજીનામાના સમાચાર સામે આવવા પર તેમણે કહ્યું કે, હું UK-ભારત વેપાર અને રોકાણ સંબંધોમાં યોગદાન કરવાની આશામાં ગત જૂનમાં એક સ્વતંત્ર ગેરકાર્યકારી ડિરેક્ટરના રૂપમાં લંડન સ્થિત એક ભારત કેન્દ્રિત રોકાણ ફર્મ એલારા કેપિટલના બોર્ડમાં સામેલ થયો હતો. મને એલારા કેપિટલ તરફથી સતત બતાવવામાં આવ્યું કે આ કંપની કાયદાકીય દાયિત્વને અનુરૂપ છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ એક અઠવાડિયામાં અદાણી ગ્રુપની કંપનીઓને 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનનું નુકસાન થયું. હિંડનબર્ગના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના નાણાકીય કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. જો કે, ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક બતાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે આ મામલાને કોર્ટમાં લઇ જવાની વાત પણ કહી હતી.

 દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર હિંડેનબર્ગના રિપોર્ટમાં સનસનીખેજ આરોપો બાદ વિપક્ષે સંસદમાં સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સરકાર પર વિરોધ લગાવતા વિપક્ષે આજે પણ સંસદના બંને સદનોમાં જોરદાર હોબાળો કર્યો. વિપક્ષ ગૌતમ અદાણી પર રિપોર્ટને લઇને હાઇ લેવલ તપાસની માગ કરી રહ્યું છે. ત્યારબાદ સદનની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા અને રાજ્ય સભાની કાર્યવાહી અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp