ગુજરાતને ફટકો, વેદાંતા સાથે ડીલ તોડનારી કંપની Foxconn હવે આ રાજ્યમાં કરશે રોકાણ

PC: forbes.com

સેમીકંડક્ટર દિગ્ગજ Foxconn તામિલનાડુના કાંચીપુરમમાં મોબાઇલ કમ્પોનેન્ટ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ લગાવશે. કંપનીએ સોમવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં 1,600 કરોડ રૂપિયાના ખર્ચે એક મોબાઇલ કમ્પોનેન્ટ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરશે. તામિલનાડુના ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે, આ રોકાણ એ વાતના પ્રમાણ છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્ય દેશનું ટોપ ડેસ્ટિનેશન છે. ડીલ રિપોર્ટ સામે આવ્યા બાદ કંપનીએ પોતાના પ્લાનની જાહેરાત કરી છે.

હાલમાં જ તાઇવાની ટેક કંપની Foxconnએ વેદાંતા સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગના પ્લાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો. વેદાંતા અને Foxconn વચ્ચે સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ માટે જોઇન્ટ વેન્ચર તૈયાર કરવાની વાત ચાલી રહી હતી. બંને વચ્ચે 19.5 અબજ ડોલરની ડીલ પણ નક્કી થઇ હતી, પરંતુ અંતિમ સમયે Foxconnએ પોતાના પગ પાછળ ખેચી લીધા હતા. આઇફોન અને બીજા એપલ પ્રોડક્ટ્સને એસેમ્બલ કરનારી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની દિગ્ગજ તાઇવાની કંપની Foxconn અને ભારતની વેદાંતા વચ્ચે ગયા વર્ષે એક ડીલ થઇ હતી, જે હેઠળ બંને કંપનીઓ મળીને ગુજરાતમાં એક સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવાની હતી.

તામિલનાડુના ઉદ્યોગ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી અને કહ્યું કે તામિલનાડુ માટે ગર્વની ક્ષણ છે. હાઇ ટેક્નોલોજી ગ્રુપ Foxconnએ કાંચીપુરમ જિલ્લામાં 1600 કરોડ રૂપિયાના ખર્ચે એક નવી મોબાઇલ કમ્પોનેન્ટ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના કરવા માટે આશય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ પરિયોજનામાં 6,000 નોકરીઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી ડૉ. T.R.B. રાજાએ કહ્યું કે, તામિલનાડુમાં Foxconn વારંવાર રોકાણ અને વિસ્તારની યોજનાઓ એ વાતના પુરાવા છે કે રાજ્ય પ્રમુખ કંપનીઓ રોકાણ માટે ટોપ ડેસ્ટિનેશન છે.

આ પ્રસ્તાવિત રોકાણ અને આવનારા ઘણા અન્ય રોકાણો સાથે તામિલનાડુ ન માત્ર દેશમાં ટોપ ઇલેક્ટ્રોનિક્સ નિકાસ બનાવવા માટે તૈયાર છે, પરંતુ આગામી વર્ષોમાં પોતાના ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટમાં વધારો પણ કરશે. તામિલનાડુના એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ વધતા પગલાં આ રોકાણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પ્લાન્ટ 2024 સુધી પૂરી થવાની આશા છે. મેમાં તામિલનાડુ સરકારે હેલ્થ ડીપાર્ટમેન્ટ ઇક્વિપમેન્ટનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જાપાન અને ઓમરોન હેલ્થકેર સાથે સમજૂતીની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp