Foxconnએ વેદાંતાને આપ્યો મોટો ઝટકો, કારણ બતાવ્યા વિના આચનક તોડી ડીલ

PC: theprint.in

દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતને સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધવાને ધ્યાનમાં લઈને તાઇવાનની કંપની Foxconn સાથે કરવામાં આવેલી ડીલ તૂટી ગઈ છે. વેદાંતા સાથે મળીને સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે આ કરાર કરવામાં આવ્યો હતો, જેનાથી હવે Foxconnએ પોતાના પગ પાછળ ખેચી લીધા છે. ગયા વર્ષે જ બંને કંપનીએ ગુજરાતમાં 19.5 અબજ ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા)ના રોકાણ સાથે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટની જાહેરાત કરી હતી.Foxconnએ સોમવારે કહ્યું કે, તે વેદાંતા લિમિટેડ સાથે એક સંયુક્ત ઉદ્યમથી બહાર નીકળી રહી છે જેનાથી ભારતથી સેમીકંડક્ટર બનાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ નિર્માતાએ આ ડીલને કોઈ કારણ બતાવ્યા વિના જ તોડી દીધી છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Foxconnએ નક્કી કર્યું છે કે તે વેદાંતા સાથે જોઇન્ટ વેન્ચર પર કરવામાં આવેલી સમજૂતીને આગળ નહીં વધે. વેદાંતા સાથે ડીલ કેન્સલ થવાથી અનિલ અગ્રવાલના પ્લાનને મોટો ઝટકો લાગ્યો છે.

જો કે, કંપનીએ તેને એક સારો અનુભવ બતાવતા Foxconn ભારતના સેમીકંડક્ટર વિકાસની દિશાને લઈને આશાન્વિત છે. અમે સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલનું મજબૂતીથી સમર્થન કરતા રહીશું. તાઇવાની ઈલેક્ટ્રોનિક્સ નિર્માતાએ કહ્યું કે Foxconn હવે વેદાંતાની પૂર્ણ સ્વામિત્વવાળી એકાઈ સાથે Foxconn નામને હટાવવા માટે કામ કરી રહી છે. સેમીકંડક્ટર વિચારને વાસ્તવિકતામાં લાવવા માટે વેદાંતા સાથે એક વર્ષ કરતા વધુ સમય સુધી કામ કર્યું હતું, પરંતુ હવે આ કરારને સમાપ્ત કરવાનો પારસ્પરિક નિર્ણય લીધો હતો.

આ અગાઉ શુક્રવારે અનિલ અગ્રવાલની વેદાંત ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ જોઇન્ટ વેન્ચર હોલ્ડિંગ કંપનીની ટેકઓવર કરશે, જેણે Foxconn સાથે સેમીકંડક્ટર બનાવવા માટે કરાર કર્યો હતો. તે ડિસ્પ્લે ગ્રાસ મેન્યૂફેક્ચરિંગ વેન્ચરનું પણ વૉલકેન ઇન્વેસ્ટમેન્ટ પાસેથી ટેકઓવર કરશે. તાઇવાની કંપની Foxconnએ સેમીકંડક્ટર બનાવવાને લઈને વેદાંતા સાથે જોઇન્ટ વેન્ચરથી બહાર નીકળવાની જાહેરાત કરી, ત્યારબાદ આ બાબતે IT મંત્રીની તુરંત પ્રતિક્રિયા આવી.

IT મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે એક ટ્વીટ કરીને કહ્યું કે, વેદાંતા સાથે પોતાના JVથી હટવાના Foxconnના આ નિર્ણયની ભારતના સેમીકંડક્ટર ફેબ લક્ષ્યો પર કોઈ અસર નહીં થાય. JV VFSLએ મૂળ રૂપે 28 NMના લાઇસન્સ માટે અરજી કરી હતી, તેઓ આ પ્રસ્તાવ માટે ઉપયુક્ત ટેક પાર્ટનર ન ભેગા કરી શક્યા. તો આ ડીલ સમાપ્ત થયા બાદ અનિલ અગ્રવાલના નેતૃત્વવાળી કંપની વેદાંતા તરફથી પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વેદાંતા મુજબ, તે સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે અને ભારતના પહેલા સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે અન્ય પાર્ટનર્સ પણ શોધ્યા છે. કંપનીએ જલદી જ 28 NMનું લાઇસન્સ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp