26th January selfie contest

બેંગલુરુ, મુંબઇ જેવા શહેરોની જેમ સુરતમાં પણ સ્ટાર્ટઅપ માટે ફંડ પૂરું પડાશે

PC: facebook.com/dholakiasavji

દેશમાં સ્ટાર્ટઅપ માટે બેંગલુરુ, દિલ્હી, મુંબઇ, હેદ્રાબાદ જેવા શહેરાના નામ જાણીતા છે, હવે સુરતમાં પણ 100થી વધારે સ્ટાર્ટઅપને ફંડની વ્યવસ્થા ઉભી થઇ શકે તેના માટે ધોળકિયા વેન્ચર્સ દ્રારા શનિવારે સુરતમાં એક પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોળકિયા વેન્ચર્સ એ સુરતની જાણીતી ડાયમંડ કંપની હરિક્રિષ્ણા એક્સ્પોર્ટસનું એક સાહસ છે.

ધોળકિયા વેન્ચર્સ (DV) એ 7મી જાન્યુઆરીના દિવસે  સુરત ખાતે સ્ટાર્ટઅપ્સ માટે G20 - ડિજિટલ ઇનોવેશન એલાયન્સ DV8 અનંત શક્યતાઓ શરૂ કરી.શનિવારે સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધારે આમંત્રિતો હાજર રહ્યા હતા. સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) , ભારત સરકાર અને ઇન્ડિયન પ્રાઇવેટ ઇક્વિટી એન્ડ વેન્ચર કેપિટલ એસોસિએશન (IVCA) એ દ્રારા આ કાર્યક્રમ સહ આયોજિત કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ્ય નવીનતા માટે વૈશ્વિક મૂડીને એકત્રીત કરવા અને ભારતમાં ક્રિટ્રીકલી ઇમ્પોર્ટન્ટ માટે પ્લેટફોર્મની ઝડપી સ્વીકૃતિ માટે જેમ કે એગ્રી-ટેક, હેલ્થ-ટેક, એડટેક, ફિનટેક, સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્ક્યુલર ઈકોનોમી

આ ઇવેન્ટ સર્વ સમાવેશક, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રાષ્ટ્ર બનાવવાના G 20 પ્રેસિડન્સી માટે વડાપ્રધાનના વિઝનને અનુરૂપ હતી.

સવજીભાઇ ધોળકિયાએ ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરતના સાંસદ અને કેન્દ્રના રેલવે અને ટેક્સટાઇલના રાજ્યમંત્રી દર્શના જરદોષ, ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત, થાયરો કેરના અરોકિયા સ્વામી વેલુમણી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડના હરકેશ મિત્તલ, MeitYના CEO જીત વિજય, ઉદ્યોગ કમિશ્નર IAS રાહુલ ગુપ્તા તથા બાકીનામહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

સવજીભાઇએ કહ્યું હતું કે, સુરતમાં આવી અદભૂત પહેલ શરૂ કરવા માટે અને હેદ્રાબાદ, બેંગલુરુ, મુંબઇ અને દિલ્હી જેવા વિકસિત સ્ટાર્ટઅપ સાથે સુરતના ઉદ્યોગ સાહસિકોને એ જાણવા માટે એક્સેસ પુરુ પાડવા માટે દ્રવ્ય ધોળકિયાને અભિનંદન પાઠવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp