ભારતમાં ઈરાનના લસણની એન્ટ્રી, વેચાઇ રહ્યું છે 132 રૂપિયા પ્રતિ કિલો

PC: en.trend.az

હિમાચલ પ્રદેશમાં ઈરાનના લસણની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં ઈરાનનું લસણ પહેલી વખત આવ્યું છે અને આવતા જ બધાને પછાડી દીધા છે. રાજ્યમાં સોલન શાકભાજી માર્કેટ લસણના વેપાર માટે જાણીતી છે. અહીં ઈરાનના લસણ જથ્થાબંધ ભાવમાં 132 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે, હિમાચલ પ્રદેશમાં હાલના દિવસોમાં લસણની ઑફ સીઝન છે તો બહારથી લસણ મંગાવવામાં આવી રહ્યું છે. ઈરાન સિવાય અહી ચીન અને ઉત્તર પ્રદેશથી પણ લસણ આવી રહ્યું છે જેની કિંમત 80 થી 95 રૂપિયા પ્રતિ કિલો સુધી છે.

જો કે, હિમાચલનું સ્ટોર કરેલું લસણ પણ આવી રહ્યું છે, પણ ઈરાનથી આવેલા તાજા પાકની કિંમત વધારે મળી રહી છે. સોલન માર્કેટમાં આ અગાઉ પણ ઓફ સીઝનમાં ચીનનું લસણ આવતું રહ્યું છે. આ વખત પણ ચીનનું લસણ આવ્યું છે, પરંતુ પહેલી વખત ઈરાનનું લસણ પણ માર્કેટમાં આવ્યું છે. લસણના વેપારી હેમંત સહાનીએ કહ્યું કે, દિલ્હીની આઝાદપુર માર્કેટથી લસણ આવી રહ્યું છે. અત્યારે 50-60 કેરેટ જ રોજ આવી રહી છે. લસણની ખેતી મામલે હિમાચલમાં સિરમોર બાદ સોલન આવે છે.

અહીં દર વર્ષે લગભગ 500 હેક્ટરમાં લસણની ખેતી થાય છે. ઘણા વર્ષોથી તેનાથી પણ વધારે જમીન પર લસણ ઉગાડવામાં આવે છે. સોલન માર્કેટમાં 80-100 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. લસણમાં વિટામીન B-12 હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરી શકે છે. એ સિવાય લસણમાં સલ્ફર હોય છે જેથી નાઇટ્રિક ઓક્સાઇડ (NO) અને હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) ગેસ બને છે. આ યૌગિક આપણી રક્ત વાહિકાઓને આરામ આપે છે અને ફેલાવામાં મદદ કરે છે.

આ પ્રકારે જ્યારે બ્લડ વેસેલ્સમાં જરૂરી માત્રામાં જગ્યા હોય છે તો દિલને બ્લડ પંપ કરવામાં મહેનત લગતી નથી અને હાઇ BPની સમસ્યા કંટ્રોલમાં રહે છે. હાઇ BPના દર્દીઓ માટે લસણની 2 કળી ખાઇ શકે છે. તે તમે સવારે કે દિવસે ક્યારેય પણ લઇ શકો છો. તેનથી થશે એવું કે સવારે શરીરમાં બ્લડ પ્રેશર નહીં રહે, તેનાથી બ્લડ વેસેલ્સ પર તણાવ નહીં રહે અને હૃદર હેલ્થી રહેશે. લસણને મિક્સ કરીને ખાવું, હાઇ BPને કંટ્રોલ કરવાની એક સારી રીત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp